Saturday, April 13, 2019

વનસ્પતિ પરીચય :ઇન્દ્રજવ

 

ઇન્દ્રજવ_કડો_કુટજ :


કડોના વૃક્ષની છાલને કડાછાલ કહે છે. કડોનું ઝાડ વગડાઉ છે અને ભારતમાં બધે થાય છે. તેની શીંગોમાંથી જવના આકારનાં લાંબાં અણીયારાં બીયાં નીકળે છે, તેને ઈન્દ્રજવ કહે છે. એ ખુબ જ કડવાં હોય છે અને પેટના કૃમીની શ્રેષ્ઠ દવા છે. તેના પાન બદામના પાન જેવા હોય .તેના ફૂલ નું શાક થાય.
કડાછાલ મરડો અને સંગ્રહણીની ઉત્તમ દવા છે. એનાં ફુલ પણ ઔષધમાં વપરાય છે.
->કડો શીતળ, હરસનો નાશ કરનાર, ખંજવાળ, કફ, પીત્ત, રક્તપીત્ત, હૃદયરોગ, વાતરક્ત, વીસર્પ, કોઢ, અતીસાર, તૃષા, આમ-ચીકાશવાળા ઝાડા, પેટના કૃમી, મરડો અને કોલાયટીસમાં હીતાવહ છે. કડો કે કડુ વૃક્ષને આયુર્વેદમાં કુટજ કે ઈન્દ્રજવનું વૃક્ષ કહે છે.
->૧૦૦ ગ્રામ કડુના ચુર્ણમાં એટલો જ ગોળ મેળવી ચણાના દાણા જેવડી ગોળીઓ બનાવવી. સવાર, બપોર, સાંજ બબ્બે ગોળી પાણી સાથે લેવાથી પીત્તની અધીકતાને લીધે ખાટા ઓડકાર, ઉલટી, પેટમાં બળતરા, મોંની કડવાશ, પૈતીક શીરઃશુળ (પીત્તનો માથાનો દુખાવો), જેવી તકલીફો મટે છે. વળી પાચનક્રીયામાં સુધારો થતાં શરીરની નીર્બળતા પણ મટે છે.
->ક્ષયના અતીસારમાં સુંઠ અને ઈન્દ્રજવ રોજ ચોખાના ધોવાણ સાથે લેવાથી લાભ થાય છે. એમાં છાસ, કેળાં અને દાડમ પર રહેવું.
->એક ચમચી કડાછાલ છાસમાં લસોટીને પીવાથી સર્વ પ્રકારના હરસ મટે છે.
->અર્ધીથી એક ચમચી કડાનાં ફુલ સવાર-સાંજ લેવાથી સર્વ પ્રકારના પ્રમેહમાં ફાયદો થાય છે.
->અડધી ચમચી ઈન્દ્રજવનો ભુકો પાંચ-છ દીવસ લેવાથી પેટના કૃમીઓનો નાશ થાય છે

હાઈકુ

  માણસ કેવો ?

 કાપીવૂક્ષ છાંયડો 

     શોધે બેસવા.


-રાજેશ બારૈયા "વનવાસી"

જળ એજ જીવન

💦જળ એજ જીવન💦


જળ જીવનનો આધાર છે ,
માટે બચાવો જળ.
જળ જીવનનો પ્રથમ ઘટક છે,
માટે બચાવો જળ.
જળ નું બુંદે - બુંદે બચાવો,
ઢોળોનાં અમથું જળ.
એ બુંદ જિંદગીનું અમૃત બનશે ,
માટે બચાવો જળ.
ખેતીમાં નાહવા ધોવાને ...
ખાવા-પીવા માં જળ.
જળ વિના નથી જીવન...
માટે બચાવો જળ.
વરસાદનું વહીજતું રોકો જળ,
જળનાં તળ આવશે ઉપર.
જળના ગુણ છે ઝાઝા....
માટે બચાવો જળ.
'વનવાસી'કહે છે વનસ્પતિને
પણ જરૂરી છે જળ.
તો સહિયારો કરી પ્રાયસ ,
માટે બચાવો જળ.

-રાજેશ બારૈયા "વનવાસી"




ચાલો કુદરતની કેડીએ

 પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઓછું કરીએ


        ભારતીય સંસ્કાર , સંસ્કૃતિ અને ઈશ્વરની આરાધનાનું પ્રતિક એટલે 'દીવડો' તમસો માં જ્યોતિર્ગય ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા .
ગામડાની એ અંધારી રાતોમાં કોડિયાંના દીવા અને માથે નક્ષત્રોભર્યું આકાશ તથા સીમમાં ઝાડવે ઝાડવે આગિયાઓથી ઝળહળતો પરિવેશ – એ પણ દિવાળીનું જ રૂપ હતું… હવે તો વીજળી દીવાઓ વચ્ચે આકાશદર્શન કોઈ કરતું નથી…ને આગિયાને તો કોઈ જાણતું જ નથી જાણે !!! આપણે પ્રકૃતિને ગળે પગ દઈ દીધો… જીવનનો અસલ ઉલ્લાસ હતો એને ગળે નખ દઈ દીધો છે. પ્રકૃતિચેતનાને વિસારીને કૃતક યંત્રચેતનામાં રાચતાં રાચતાં આપણે સૌ ઇન્દ્રિયબધિર બની ગયા છીએ.
દરેક જીવને પોતાના કર્મ છે. પ્રકૃતિનો પણ એક ધર્મ છે. પ્રકૃતિ પોતાનો ધર્મ છોડતી નથી. સુરજ કોઈ દિવસ ઉગાવામાં આળસ કરતો નથી. કુદરત પણ પ્રકૃતિના નિયમને અનુસરે છે .
દિવાળી માં ઘરની સાફ સફાઈ કરવામા આવે છે .ને બિનજરૂરી કેટલીક પ્લાસ્ટિક ની ચીજ વસ્તુ આપને ફેંકી દેતા હોઈ છીએ તો તેજ પ્લાસ્ટિક વિશે જે વિશ્વની એક ગંભીર સમસ્યા બન્યું છે .
     પ્લાસ્ટિક એક એવું દ્રવ્ય છે કે જે કુદરતી સ્થિતીમાં હજારો વર્ષ સુધી નાશ થતું નથી ! આજે પ્લાસ્ટિકથી અનેક પ્રકારની વિકરાળ પર્યાવરણીય સમસ્યાઓ ઉદભવે છે .થોડી આંખ ઉઘાડનારી હકિકતો ...આપણા ઘરમાં રહેલી પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ આપણા શરીરમાં ઝેર પ્રસરાવીને આરોગ્યને નુકશાન પહોચાડે છે એવું કોઇ કહે તો માનશો?!....નહીં....પણ આ એક સત્ય હકીકત છે.  આપણી આસપાસ રહેલી દરેક પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પ્લાસ્ટિકની બનાવટમાંથી બનેલી તમામ વસ્તુઓમાંથી પ્રસરતું ઝેર અતિ સૂક્ષ્મ માત્રામાં હોય છે જે પૃથ્વી ઉપર મહાલતા જીવને મારી નાખતું નથી પણ થાઇરોઇડ ગ્રંથી ઉપર ગંભીર અસર કરી પુખ્ત ઉમરના માનવની યાદશકિત અને નાના બાળકોના માનસીક વિકાસ ઉપર વિપરીત અસર કરે છે.
આજના યુગમાં પ્લાસ્ટિક આપણા જીવન સાથે વણાય ગયું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ આજે આપણે ડગલે ને પગલે કરી રહ્યા છીએ. પ્લાસ્ટિકના સદ્‌ગુણોને કારણે તેનો ઉપયોગ વ્યાપક બન્યો છે પણ તેનો એક અવગુણ તેની ક્ષમતા ઉપર પાણી ફેરવી નાખે છે. પ્લાસ્ટિકનો એ અવગુણ એટલે તે ઝડપથી સળગી ઉઠે છે. પ્લાસ્ટિકને થોડી ગરમી મળવાથી તે નરમ બની ઓગળી જાય છે. કેટલાક હલકી કક્ષાના પ્લાસ્ટિક ઉનાળાના સખત તાપમાં નરમ થઇને બેડોળ પણ બની જાય છે. કયારેક અકસ્માતે એકાદ નાના તણખાને કારણે આંખના પલકારામાં પ્લાસ્ટિક જવાળા પકડ લે છે અને મોટી આગ ફાટી નીકળે છે. કેટલાક સંજોગોમાં આવી ફાટી નીકળેલી આગને ઓલવવામાં કલાકો કે દિવસો નીકળી જતાં હોય છે.
મુદ્રાની વાત એ છે કે, પ્લાસ્ટિક જે નુકશાન કરે છે તેના કરતાં વધારે નુકશાન તેની બનાવટમાં વપરાતાં 'ફલેઇમ રીટાર્ડન્ટ" એટલે કે આગ પ્રતિરોધક પદાર્થો વધારે નુકશાનકર્તા છે. પ્લાસ્ટિક બનાવતી વખતે તેમાં આગ પ્રતિરોધક પદાર્થો ઉમેરીને તેને 'ફાયરપ્રુફ" બનાવવામાં આવે છે. પ્લાસ્ટિકમાં આગ પ્રતિરોધક તરીકે બ્રોમિન, કલોરિન, ફોસ્ફરસ, નાઇટ્રોજન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને બોરેકસમાંથી બનતાં વિવિધ સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે.
 દુનિયામાં દર મિનટે 50,000 પ્લાસ્ટિક બેગ /ઝબલાનો ઉપયોગ થાય છે .સમુદ્રનો 86% કચરો પ્લાસ્ટિક સ્વરૂપે છે આ કચરો અમુક સમય બાદ નાના દાણાના રૂપમાં પરિવર્તન પામે છે .જે નાની માછલીઓ જીવડું સમજીને ખાઇ જાય છે. માછલીને અન્ય દરિયાઈ જીવો , જમીન પર રહેતા પ્રાણીઓ , પક્ષીઓ અને મનુષ્યો ખાય છે . આમ આપણી ફ્રુડ ચેઇનમાં પ્રસરાઈને દરેક જીવના શરીરમાં પ્લાસ્ટિક એક યા બીજા સ્વરૂપે ઘૂસી ગયેલ છે .
દર વર્ષે દુનિયામાં લગભગ 10 લાખ થી વધુ પશુ _પક્ષી અને દરિયાઇ જીવોના મુત્યુ રીબાઈ રીબાઈને પ્લાસ્ટિકની કોથળી અને બોટલના ઢાંકણા ખાવાથી થાય છે .પ્લાસ્ટિક કચરમાં સૌથી મોટો હિસ્સો પ્લાસ્ટિકની કોથળીઓ , પાઉચ અને પાણીની બોટલનો છે .
     આ પ્લાસ્ટિક રૂપી દૈત્યનો નાશ અત્યંત જરૂરી છે નહીંતર એક દીવસ તે તમામ જીવ સૃષ્ટિનો નાશ કરશે તેનું રીસાઈકલીગ થાય એ ખૂબ જરૂરી છે .
         આપણે આ નવા વર્ષે એકજ સંકલ્પ કરવનો પ્લાસ્ટિક નો બને એટલો ઓછો ઉપયોગ કરવો ઉપયોગ પછી યોગ્ય નિકાલ કરવો બજારમાં ખરીદી વખતે ઘરેથી કાપડાની થેલી સાથે રાખીએ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળીએ , કોઈપણ પ્રસંગે જમણવારમાં પ્લાસ્ટિકના ગ્લાસ , પ્લેટ કે ચમચીનો ઉપયોગ અટકાવીએ ,પ્લાસ્ટિક નો કચરો જ્યાંત્યાં ન નાંખતા કચરાપેટીમાં જ નાંખીએ . વગેરે બાબત આપણું નાનું પગલું એક મહાન કાર્ય હશે .
                        નવા વર્ષે કોઈ નિર્ણય ન લ્યો તો કઇ નહિ. માત્ર એક વાત નક્કી પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરી જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકો નહીં અને સાથે હું જીવનને સરળતાથી વહેવા દઈશ. ઝરણાની જેમ હળવે- હળવે, ખળ-ખળ ધ્વનિનાસંગીત સાથે જીવન ને વહેવા દઈશ અને આગળ જઇને પરમેશ્વર સ્વરૂપ નદીમાં સમાઈ જઈશ.

દિવાળી અંગે સંતે કહ્યું કે, જે કઇ પણ ભૂલો થઇ હોય તેની ખુલ્લાં દિલે માફી માંગો. પાપ કરનારા કરતા પણ પશ્ચાતાપ ન કરનાર વધારે પાપી છે.

હે પ્રભુ અમારાથી ઘણી ભૂલો થઇ ગયી છે. અમને ક્ષમા કરજે. અમને સ્વીકારી ન શકે તો કઇ નહિ પણ પણ ધિક્કારતો નહિ. અમને હળવાશ આપ.. સંતની આવી વાત સાંભળીને એક યુવાને કહ્યું, કે હું નાસ્તિક છું મારે પ્રાર્થના કેમ કરવી? સંતે કહ્યું, બગીચામાં છોડને ફૂટેલી નવી કૂપળને સંબોધીને પ્રાર્થના કર. સૂરજનાં પેહલા કિરણને દિલ સુધી લઇ જઈ દિલમાં એક દીવો થવા દે, દીવાના પ્રજ્વલનથી અંદર ઘણુબધું “રોશન” થશે.. આ રોશની એ જ દિવાળી છે. દિવાળી પર્વે આપણા બધાના દિલોમાં દીવા પ્રગટે…એવી શુભકામના

-રાજેશ બારૈયા "વનવાસી"

  

મુક્તક

પ્રકૃતિ સંગ 

આ સૃષ્ટિ કુદરતની  કેટલી નિરાળી છે ,

ચોતરફ  હરીયાળી  હરીયાળી છે .

જૈવિક વિવિધતા ની ઝાખી મે માણી,

એટલે મોજ-મસ્તી જીવન સંગ આણી.


-રાજેશ બારૈયા "વનવાસી "
    

કાચિડાની ટોપી

કાચિંડાની ટોપી 

મારા ખોરડાનાં ખુણાની ,
ખીટ્ટી પર ટાંગી છે.
રેશમી ગરમ ટોપી,
ઠંડીના દિવસો હતા.
સવારે જોવ ત્યાં,
કાચિંડો કહે છે.
મને જગાડશો નહીં,
મારા માટે રોકાવું કહી અનુકૂળ છે.
એમ ઊંઘમાં બબડતા ,
મને પણ મારી ધ્રુજારી કહે છે.
ચાલો તાપણું તાપીએ,
આ સાંભળી ઊંઘ છોડી,
તે પણ આપવા આવે  છે.
 પછી સવારના ,
સૂર્યનાં પ્રથમ કિરણ સાથે,
બે હાથ વડે આભાર માની,
ચાલ્યો જાય તે દૂર,
આ દિવસો હજુ પણ ,
યાદ આવ્યા કરે ઠંડીમાં..

  - રાજેશ બારૈયા "વનવાસી"


નોંધ :

( આ કાવ્ય શિયાળાની ઋતુમાં ખીલી પર ટાંગેલી ગરમ ટોપીમાં કાચિંડો બેઠેલો એને ખૂબ ઠંડી પડવાથી મેં તાપણું કર્યું ત્યાં તાપવા આવેલા અને સવારે ઠંડી ઊડતા આભાર માની જતો રહેલ એવી ઘટના બને તેના પરથી કવિતા)(4/3/2008)

વસંતનું ગીત

વસંતનું ગીત 

વસંત આવી રે ,વસંત આવી રે .
ફૂલો માં રંગો  જુદા જુદા લાવી,
પંખીઓ નો કલરવ  શૉર લાવી.
                વસંત આવી રે....
વૃક્ષોમાં સુગંધ નો જોર લાવી ,
કોયલ માટે કલશૉર નાદ લાવી.
               વસંત આવી રે ....
પતંગિયા ના મોટા ટોળા લાવી ,
પ્રકૃતિમાં ઉત્સાહ અનેરો લાવી.
                વસંત આવી રે ....
વસુંધરામાં આશા -ઉમંગ લાવી ,
વનવાસી  માટે  નવો રંગ લાવી.
               વસંત આવી રે ....

  -રાજેશ બારૈયા "વનવાસી"

           

ધરતીનું જતન

ધરતીનું જતન 



નમન ગુર્જર ધરાની વનસ્પતિને,

નમન ચારે દિશાઓને  પર્વતોને.

   
 પૃથ્વી ઉપર જીવની ઉત્પતિ થઈ ત્યારથી આજ સુધી બે પ્રકિયાઓ સતત ચાલતી રહી છે. એક ઉત્ક્રાંતિ થી નવી સજીવ જાતીનું સર્જન અને વિલોપ થી હયાત સજીવ જાતિનો નાશ.
   છેલ્લા મહાવિલોપન સમયે મનુષ્ય આ ધરતી પર ન હતો ને ઉત્ક્રાંતિ આજથી 20 લાખ વર્ષ પહેલા મનુષ્યનું સર્જન થયુ ....
      માનવી જયાં સુધી ગુફાવાસી હતો ત્યાં સુધી જમીનની કોઇ સમસ્યા ન હતી .પરંતુ ખેતીની સોધ થતા જ માનવીએ ભૂમિ પર આક્રમણ કર્યુ .આજે જ્યારે મનુષ્ય અવિસર પણે કુદરતે આપેલ બૂધ્ધીના પ્રતાપે અન્ય જીવોને તુચ્છ ગણી સમગ્ર પર્યાવરણ ,આવાસ્થાનો નો નાશ કરી રહીયો છે .અને જીવોને સીધી અને આડકતરી રીતે નુકસાન કરી રહ્યો છે ત્યારે ચોક્કસ પણે આ સમતોલન જળવાઈ રહેવાનું નથી.તેથી હવે ચિંતા કરવાની જરૂર છે મનુષ્યના અસ્તિત્વની અન્ય સજીવ જાતિઓ ઉપર અવલંબન વગરની કલ્પના જુઓ તો મનુષ્ય આહાર ,કપડા ,ઔષધિઓ એમ તમામ જરૂરી ચીજ માટે સજીવ જાતિ પર આધાર રાખે છે .અને રહેવા માટે ધરતી ની જરૂર પડે છે.
દરેક ધર્મમાં ભૂમિને સર્વેની માતા કહી છે .તો આજે તેની આવી દુર્દશા કેમ ..?
22 એપ્રિલ એટલે ધરતી(પૃથ્વી)દિવસ મનાવીએ છીએ.આપણી ધરતીમાતા બ્રહ્મમાંડની સૌથી મૂલ્યવાન બક્ષીસ છે.પ્રકૃતિનું રક્ષણ એજ માનવ જાતિના ભવિષ્યના વિકાસની ચાવી છે પ્રકૃતિનું રક્ષણ કરવું દરેક વ્યકિતનું કર્તવ્ય અને દાયિત્વ છે પર્યાવરણની સમજનું મહત્વ ત્યાં જ સ્પષ્ટ થાય છે .હા પણ હાલન પ્લાસ્ટિક નું પ્રદૂષણ ખૂબ મોટી સમસ્યા છે .
પ્લાસ્ટિક એક એવું દ્રવ્ય વસ્તુ છે કે જે કુદરતી સ્થિતીમાં હજારો વર્ષ સુધી નાશ થતું નથી ! આજે પ્લાસ્ટિકથી અનેક પ્રકારની વિકરાળ પર્યાવરણીય સમસ્યાઓ ઉદભવે છે .
સમુદ્રનો 87% કચરો પ્લાસ્ટિક સ્વરૂપે છે .આ કચરો અમુક સમય બાદ નાના  કણ રૂપમાં પરિવર્તન  પામે છે જે નાની માછલીઓ જીવડાં સમજીને ખાઈ જાય છે .માછલીને અન્ય દરિયાઈ જીવો ,જમીન પર રહેતા પ્રાણીઓ ,પક્ષીઓ અને મનુષ્યો ખાય છે .આમ દરેક જીવના શરીરમાં પ્લાસ્ટિક એક યા બીજા સ્વરૂપે આવે છે .
પ્લાસ્ટિક કચરામાં સૈાથી મોટો હિસ્સો પ્લાસ્ટિકની કોથળીઓ,પાઉચ અને પાણીની બોટલોનો છે .આ પ્લાસ્ટિક રૂપી દૈત્યનો નાશ અત્યંત જરૂરી છે નહીતર એક દિવસ તે તમામ જીવ સૃષ્ટિનો નાશ કરશે .

આવો માતા સ્વરૂપના આ કુદરતી પરિબળનું સંરક્ષણ કરવા આટલું કરીએ ...
-> જમીનનું ધોવાણ અટકાવવા શક્ય બને ત્યાં વૃક્ષારોપણ કરીએ.
-> જમીન પ્રદૂષણ ન થાય તે પ્રકારની ગટર વ્યવસ્થા વિકસાવવી .
-> એક ઇંચ જાડાઈની ભૂમિ નિર્માણ માટે એક હજાર વર્ષ લાગે છે .
જેનો માત્ર આપણા સ્વાર્થ ખાતર વ્યય ન કરીએ ..બિન જરૂરી ખાણો અને ખોદ કામો ટાળવા.
-> પાણી મેળવવા ખૂબ ઉંડો બોર ન કરીએ.
તો ચાલો સાથે મળી ધરતી નું જતન કરીએ ....અંતે એજ 
  
વસુંધરાનું ઘરેણું , 
વૃક્ષ ,પક્ષી અને પ્રાણી છે.
જેનું કરીએ આપણે જતન,
 બનાવશું  વૃક્ષોના વનો .
ખિલશે વસુંધરા ,વન્યજીવો,
 તો વનરાજી રહે રાજી .

- રાજેશ બારૈયા "વનવાસી"

   
     

કવિતા :ફાગણ મહોરીયો

ફાગણ મહોરીયો



કુંપળ ફૂટે  છે  વૃક્ષને  પાનખર બાદ ,
વૃક્ષ ફૂલથી મહોરી ઊઠે કુંપળ બાદ
ફૂલની  મહેંકથી ખીલે  વન વનરાય,
કુંજની કોયલ ટહુકતી અહીં ..
ખાખરાના કાળા મુખમાંથી કોઈ ,
કેસરી સાફો પહેરી તૈયાર થાય કોઈ.
અહીં ફાગણને  રંગની  રમતાંણ  આવી ,
ત્યારે ધૂળેટી રંગ લઈને અહીં  આવી .
કોઈ કાજુ -બદામ -ખારક  ખાય ,
કોઈ  ખજૂર -ડાળીયા-મમરા ખાય .
પ્રકૃતિના પ્રાંગણમાં ખેલાય આ ખેલ,
અહીં વનમાં "વનવાસી"તણો મેળો .
ફાગણ વૃક્ષ પંખી અને વનસ્પતિમાં,
સમન્વય જોવા જાણવા માણવામાં.

-રાજેશ બારૈયા "વનવાસી"

     

હાઈકુ

   એક ઝાડવું 

રેગિસ્તાનમાં કેવું ?

    શીતળ લાગે.

કવિતા


જય જય ગરવી ગુજરાત !

,

જય જય ગરવી ગુજરાત !

તારૂં વર્ણન કરે ઇતિહાસ,

વંદન કરે તને વિશ્વ આખું.

જય જય ગરવી ગુજરાત !

વેદોનો વારસો છે અહીં,

ઋષિઓ કેરો વાસ અહીં.

સંસ્કૃતિનો સાદ છે અહીં,

ખરૂં જીવન સત્ય અહીં.

જય જય ગરવી ગુજરાત !

નિર્મળતા નીર તણી,

સંસ્કૃતિ ઇતિહાસ તણી.

ગરીમાં ગૌરવ તણી,

આ ધરતી ગુજરાત તણી.

જય જય ગરવી ગુજરાત !

પાવન ધરા પ્રભુતા પાવથી,

કવિતા તારી વિશ્વાથી.

ભીંજાય પ્રભુ પ્યાસથી,

કોટી કોટી વંદન માનથી.

જય જય ગરવી ગુજરાત!

  -રાજેશ બારૈયા "વનવાસી"

નોંધ શીર્ષક પંક્તિ કવિ શ્રી નર્મદની લીધેલ છે 

         

વનસ્પતિ પરીચય :સહદેવી

 

ઋષિમુનીઓએ આપેલ સમૃધ્ધ વારસાને યાદ કરવો.
કુદરતના અંગોમાં વનસ્પતિ એક દિવ્ય અંગ છે.
સહદેવી એક દિવ્ય વનસ્પતિ છે.
સહદેવી' તાવ માટે અકસીર સાબિત થઇ છે.
  જે ચોમાસામાં આપણા ડુંગરો, ખેતરોના શેઢા પર તેમજ પાળીયે અને બીડમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. તે આખાય ગુજરાતમાં જોવા મળે છે.  ભિનાશવાળી જગ્યામાં બારેમાસ જોવા મળે છે.
સહદેવીનું દેશીમાં સદેડો, સદેડી છે.
સહદેવીનો છોડ એક ફુટથી બેફુટ જેટલો ઉંચો વધે છે. તેમાંથી બે-ચાર શાખાઓ નિકળી ઉપર તરફ ઉંચે વધે છે. અથવા ઘણીવાર શાખાઓ ટુંકી અને ઘણી હોય છે તે દાંડીઓ તળીયેથી પાતળી અને લીલારંગની હોય છે. કોઇવાર આછા જાંબુડીયા રંગની છાયાલેતી અને લગભગ ટચલી આંગળી જેટલી પાતળી કે તેથી પણ પાતળી હોય છે. તેમાં ઉભી નસો આવેલી હોય છે તેના પર સફેદ સુક્ષ્મ રૃવાટીઓ આવેલી હોય છે. તે ડાળીને આડો કાપ મુકતા વચ્ચે ધોળો ગર્ભ અને બાજુમાં છીદ્ર હોય છે. ડાળી પોલી હોય છે. પાન ગોળકડા ખાંચવાળા ટેરવે બુઠી અણી લેતા આંતરે આવેલ હોય છે. પાન અડધા ઇંચથી અઢી ઇંચ લાંબા અને એક તૃતીયાંશથી બે ઇંચ પહોળા હોય છે. ફુલ પુષ્પ ધારણ કરનારી સળી ઉપર મથાળે આવેલ હોય છે. તે ફુલ સુક્ષ્મ ફુલડીઓનું ઝુમખુ બનાવે છે. તે જાંબુડીયા રંગના હોય છે.
સહદેવીના દરેક અંગનો પંચાગ એટલે મુળ શાખા પાન ફુલ અને ફળ એ વનસ્પતિના પાંચ અંગો છે. સહદેવીના ગુણધર્મો જવરધ્ર મૂત્રલ કફચ શોથધ્ર છે. તેથી ડેન્ગ્યુ, મેલેરીયા, સ્વાઇન ફલૂ અને ફલુની ખુબ જ અસરકારક અને રામબાણ ઔષધી છે.
સહદેવીના ઉપયોગથી બહુ જ થોડા સમયમાં દર્દી તંદુરસ્ત થઇ જાય છે અને રોગના તમામ લક્ષણો દુર થાય છે. સાથે તેની કોઇ આડઅસર પણ થતી નથી. દર્દી પુનઃ શક્તિ મેળવી તંદુરસ્ત થાય છે. ડેન્ગ્યુ, મેલેરીયા, સ્વાઇન ફલૂ તથા ફલુમાં સહદેવીના પંચાગનો રસ (લીલો છોડ મળે તો) બે ચમચી અને બાળકને અડધીથી એક ચમચી રસ કાઢી આપવો. લીલો છોડ ન મળે તો સહદેવીના સુકા છોડને અધકચરા ખાંડી દસથી પંદર ગ્રામ એક ગ્લાસ પાણીમાં નાખી ધીમા તાપે ઉકાળવું. અડધુ પાણી રહે ત્યારે ઉતારી તેના બે ભાગ કરી સવાર સાંજ લેવાથી ઉપરોક્ત દર્દો જલદીથી સારા થાય છે.

વનસ્પતિ પરીચય :લુણી

લાખાલુણી
કુદરતે પોતાના ખજાનામાંથી આપણને પહેલેથી જ પુષ્કળ આપ્યું છે, બસ આપણે જ તેને ઓળખી નથી શકતા, પહેલા લોકોને જ્ડ્ડી બુટ્ટી ની ઘણી જાણકારી હતી પણ ધીમે ધીમે લુપ્ત થઇ ગઈ.
#લાખાલુણી ખાલી પડેલ જમીન ઉપર ઉગી નીકળે છે. અને આપણે તેનેનકામી સમજીને ફેંકી દેતા હોઈએ છે. આ જંગલી ઘાસને ભારતીય ભાષામાં લાખાલુણી, મોટી લોણી, લોણા, લોણા શાક, ખુરસા, ફૂલકા, લુનાક, ઢોલ, લોનક વગેરે નામોથી ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાંતેને common purslane, Kaun Purslane, Pussley, Pigweed કહેવામાં આવે છે.
તેના મૂળનો 25 વર્ષ સુધી નાશ નથી થતો. અને વરસાદમાં તે પાણી મળવાથી ફરીવાર લીલી થઈને ફેલાઈ જાય છે. જેના મૂળનો 25 વર્ષ સુધી નાશ થતો નથી તો તમે વિચારી શકો છો કે તેમાં Immunity હશે.
#તેના પાંદડામાં ગજબના સ્વાસ્થ્યના ફાયદા સમાયેલા હોય છે. તેમાં vitamin, iroin, calcium, પ્રોટીન અને મિનરલ્સ પુષ્કળ છે આપણા સંપૂર્ણ આરોગ્ય માટે ખુબ જ ઉપયોગી છે.
#આ ઘાસ બધા લીલા શાકભાજી કરતા ઉત્તમ છે. લીલાશાકભાજીમાં જો કોઈમાં omga 3 ફેટી એસીડસ મળે છે તો સૌથી વધુ આમાં મળે છે.
#તેના પાંદડામાં લીલા શાકભાજી થી વધુ Vitamin ‘A’ મળે છે, જે કેન્સર જેવા ગંભીર રોગો સામે લડવામાં ખુબ મદદ કરે
#આ ઘાસ કેન્સર, હ્રદય, લોહીની ખામી, હાડકાની મજબુતી અને એમ કહીએ તો સંપૂર્ણ આરોગ્યને વધારે છે.
#તેનો સ્વાદ લીંબુ જેવો ખાટ્ટો હોય છે અને તે થોડી વારમાં કુરકુરી થાય છે. તમે તેને નિયમિત સલાડમાં ખાઈ શકો છો. તેનું સેવન કરવાથી આપણી શક્તિના સ્તરને વધારી દેશે. શક્તિ તો વધારે છે, તે બાળકોના મગજના વિકાસ માટે ખુબ મહત્વપૂર્ણ છે,
#આયુર્વેદમાં તેને માથાના રોગ, આંખોનારોગ, કાનના રોગ, મોઢાના રોગ, ચામડીના રોગ, થુકમાં લોહી આવવું, પેટના રોગ, મૂત્રના રોગ, બીમારી અને ઝેર ઉતારવા માટે કરવામાં આવે છે.તેનો સલાડ, શાકભાજી કે તે આખા છોડની રાબ બનાવીને પી શકાય છે.

મારી કલમે

*મારી કાવ્ય કૃતિ/લેખ મેગેઝીન દૈનિક સમાચાર પત્રની પૂર્તિમાં*


1) *સૃષ્ટિ* ત્રિમાસિક
( ગીર ફાઉન્ડેશન -ગાંધીનગર )
2) *કોળી સમાજ સંદેશ* માસિક
      (બોટાદ )
3) *એ રાઉન્ડ ધ નેચર* માસિક
     (ખાંભા )
4) *સંકલન શ્રેણી* પાક્ષિક
     (અમદાવાદ )
5) *ટમટમ* માસિક
      ( મધુકાન્ત જોષી - રાજકોટ )
6) *ગુજરાત પાક્ષિક* પાક્ષિક
     (માહિતી વિભાગ -ગાંધીનગર)
7) *સુવાસ* સાપ્તાહિક
        ( ધાંગધ્રા)
8) *અમુલખ વાણી* માસિક
        ( રાજકોટ )
9) *બાલ સૃષ્ટિ* માસિક
 (પાઠ્યપુસ્તક મંડળ-ગાંધીનગર )
10) *આકાશ ગંગા* માસિક
( સેવા અકાદમી -અમદાવાદ )
11) *હિંસા નિવારણ* માસિક
        (અમદાવાદ )
12) *દીવાદાંડી* માસિક
   (ડી.એસ.સી -અમદાવાદ )
13) *અચૂક* માસિક
     ( રાજકોટ )
14) *સંવાદ* માસિક
  ( vsmo-અમદાવાદ )
15) *નીરક્ષીર* વાર્ષિક
 ( બુધ સભા -ભાવનગર )
16) *પરિચર* માસિક
    ( ગાંધીનગર )
17) *સાધના પંથ* માસિક
    ( રાજકોટ )
18) *જાગૃત નાગરીક* માસિક
    ( અમદાવાદ )
19) *ઝગમગ પૂર્તિ*
( ગુજરાત સમાચાર )
20) *કિલ્લોલ કુંજ*
(રખેવાળ દૈનિક -ડીસા )
21) *સહિયર પૂર્તિ*
      (ગુજરાત સમાચાર )
22) *કળશ પૂર્તિ*
    ( દિવ્ય ભાસ્કર )
23) *મધુરીમા પૂર્તિ*
     (દિવ્ય ભાસ્કર)
24) *બાળ ભાસ્કર પૂર્તિ*
      ( દિવ્ય ભાસ્કર )
25) *બાલ વાટિકા*
     (ફૂલ છાબ)
26) *બાલ તરંગ*
     (આજ કાલ )
27) *કેમ્પસ ફેસબુક*
    (કઠીયાવાડી પોસ્ટ)
28) *નારી પૂર્તિ*
     (સંદેશ સમાચાર )
29) *કલમ પમરાટ*
    (વતનની વાત )
30) *ગારીયાધાર એક્ષપ્રેસ*
      ( સાપ્તાહિક -ગારીયાધાર )
31) *ઝરૂખો* માસિક
     ( ઈ મેગેઝીન )
32) *બાલ વિચાર* માસિક
    ( બોટાદ )
33) *ઘર શાળા* માસિક
      (અમદાવાદ )
34) *કે.ડી* ઈ સમાચાર
     ( અમરેલી)
35)પરીવેશ ત્રિમાસિક
     (ગોધરા)
36)બનાસ બચાવો ..સાપ્તાહિક
       (બનાસકાંઠા )
37)ગુજરાત છાંયા ..દૈનિક
       (ભાવનગર )



નોંધ *આકાશ વાણી રાજકોટ પરથી કાવ્ય , વર્તાલાપ , ટૂંકીવાર્તા વગેરે* પ્રસારિત


નોંધ *પ્રતિલિપિ,માતૃભારતી, સ્ટોરીમિરર* આ ત્રણ એપ પર ઓન લાઇન લેખ કવિતા વાંચી શકો

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...