Friday, April 26, 2019

હાઈકુ

વનવાસીઓ 

વનમાં ચર્ચા કરે 

આપણું કોણ ?

            -રાજેશ બારૈયા "વનવાસી"

Thursday, April 25, 2019

વનસ્પતિ પરીચય :અશોક

અશોક(saraca ashoka )


આસોપાલવ એ અશોક નથી. અશોકનાં વૃક્ષો આંબાનાં જેવાં ઘેઘુર-વિશાળ થાય છે.
સદાહરિત રહેતું બગીચામા ઉછેરવામા આવે છે .  અશોક શીતળ, કડવું, ગ્રાહી, વર્ણપ્રદ, તૂરું હોય છે
. તે શોષ, અપચો , દાહ, કૃમિ, સોજો, વિષ અને રક્તના વિકારો મટાડે છે.
=>અશોકની છાલ રક્તપ્રદર-લોહીવા મટાડે છે. 
એની છાલમાંથી બનાવાતું દ્રવ અશોકારિષ્ટ અનેક સ્ત્રીરોગોમાં વપરાય છે.
=>અશોકની છાલ સ્ત્રીરોગોમાં ખૂબ ઉપયોગી ઔષધ છે. 
=>એક ગલાસ ગાય કે બકરીના દૂધમાં એટલું જ પાણી ઉમેરી એક ચમચી
 અશોક વૃક્ષની છાલનું ચૂર્ણ નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી,
 ઠંડુ કરી. સવાર-સાંજ પીવાથી અને આહારમાં ગરમ પિત્તવર્ધક દ્રવ્યોનો ત્યાગ કરી,
સંપૂર્ણ આરામ કરવાથી રક્તપ્રદર-લોહીવા મટે છે.
એમાં બજારમાં તૈયાર મળતું અશોકારિષ્ટ પણ ઉત્તમ છે.
=> સવાર-સાંજ જમ્યા પછી બે ચમચી અશોકારિષ્ટમાં થોડું પાણી ઉમેરી પીવાથી
વધુ પડતા માસિક-લોહીવાની તકલીફ તથા ગર્ભાશયની શિથિલતા દૂર થાય છે.

વનસ્પતિ પરીચય :અરડુસી

અરડૂસી:


અરડૂસી ક્ષયમાં ખૂબ સારી છે. ક્ષયની આધુનિક દવા ચાલતી હોય તેની

સાથે પણ અરડૂસીનો ઉપયોગ થઈ શકે.
સૂકી અને કફવાળી બંને ઉધરસમાં અરડૂસી ખૂબ હિતાવહ છે. 
કફ છૂટતો ન હોય, ફેફસામાં અવાજ કરતો હોય, 
કાચો ફીણવાળો કફ હોય, ઉધરસ દ્વારા તેને કાઢવામાં તકલીફ થતી હોય, 
તેમાં અરડૂસી સારું કામ કરે છે.
👉 અરડૂસીનાં તાજાં પાનને ખૂબ લસોટી કાઢેલો બે ચમચી રસ અને 
એક ચમચી મધ સવાર-સાંજ ચાટવાથી ખાંસી મટે છે, કફ જલદી છૂટો પડે છે.
👉 નાના બાળકને વરાધ-સસણી થાય તો અરડૂસીનો અડધી ચમચી 
રસ એટલા જ મધ સાથે સવાર-સાંજ આપવાથી રાહત થાય છે.
👉 અરડૂસીના અવલેહને વાસાવલેહ કહે છે.
 તે ખાંસી, દમ અને સસણીમાં સારું પરિણામ આપે છે. 
👉  પરસેવો ખૂબ ગંધાતો હોય તો અરડૂસીના પાનનો રસ બેથી ત્રણ ચમચી
 સવાર-સાંજ પીવાથી અને અરડૂસીનાં સૂકાં પાનનું ચૂર્ણ 
ઘસીને સ્નાન કરવાથી લાભ થાય છે.

વનસ્પતિ પરીચય :પીલુ

   પીલુ

પીલુ  : પીલુની ખારી અને મીઠી એમ બે જાત હોય છે.
મીઠી જાતનાં પીલુ નાનાં હોય છે જે ૧૫ ફુટ જેટલાં ઉંચાં થાય છે.
આ વૃક્ષો વાંકાચુકાં અને અનેક નમતી ડાળોવાળાં હોય છે.
પાન જાડાં, સામસામાં અને લીલા રંગનાં હોય છે. સ્વાદે તીક્ષ્ણ, તીખાં હોય છે.
 ફુલ પીળાશ પડતા લીલા રંગનાં મહા મહીનામાં જોવા મળે  છે.
ફળ ચણા જેવાં નાનાં રાતાં, કાળાં, સફેદ રંગનાં થાય છે.
ખાવામાં તીક્ષ્ણ તીખાં, સહેજ ગળ્યાં અને સ્વાદીષ્ટ લાગે છે.
એના રસનો સ્વાદીષ્ટ આસવ બને છે. પીલુના બીજના તેલને ખાખણ કહે છે.
એ કોકમના તેલની જેમ જામી ગયેલું હોય છે.
 એમાં પણ પીલુની જેમ ઉષ્ણતા અને તીક્ષ્ણતા હોય છે.

->વાયુના રોગોમાં ખાખણ લગાડવાથી લાભ થાય છે.
સંધીવાના સોજા પર, પગની પીંડલીમાં ગોટલા ચડી જવા વગેરેમાં
ખાખણ લગાડવામાં આવે છે.

-> ગ્રહણી, અર્શ (હરસ), અતીસાર, સંધીવામાં પીલુ ઉત્તમ ઔષધ છે.

-> પીલુનો આસવ અશક્તી, હરસ-મસા અને અજીર્ણમાં ઉપયોગી છે.

Monday, April 22, 2019

વનસ્પતિ પરીચય :દેશી બાવળ

દેશી બાવળ(acacia nilotica )
બાવળનું વૃક્ષ ૫થી ૨૦ મીટર જેટલું ઊંચુ વધે છે. તેને ઘાટી પર્ણઘુમટ હોય છે. તેની ડાળીઓ પ્રાયઃ કથ્થૈ અને કાળી હોય છે. તેના થડની છાલ તિરાડો વાળી હોય છે. તેમાંથી લાલશ પડતા રંગનું નીચી ગુણવત્તાનું ગુંદર નીકળે છે.
=>મોઢું આવ્યું હોય તો બાવળના છાલ ના કોગળા કરવાથી લાભ થાય છે .
=>બાવળનું દાંતણ દાંત ને મજબૂત રાખે છે.=>આંતરછાલ છાતીના દુ:ખાવા તેમજ કફ ખાસીમાં મોંમાં રાખવાથી ફાયદો થાય છે.
#ઢીંચણના_દુઃખાવા_માટે_સરળ_ઉપાય
બાવળનાં બી નોઁ પાવડર
હુંફાળા પાણી સાથે જમ્યા પછી એક કલાક પછી એક ચમચી ૨-૩મહિના સતત લેવાથી દુઃખાવો બિલકુલ દૂર થાય છે.

Sunday, April 21, 2019

વનસ્પતિ પરીચય :વેવડી /જલજમની

વેવડી/જલજમની  (broom crepper)


એક જાતનો વેલો. આ વેલો બારે માસ જોવામાં આવે છે.
તેના પાંદડા સરળ અને નરમ હોય છે,તે કુદરતી રીતે ઠંડા છે
.ફૂલ લીલાશ લેતા પીળા રંગનાં ને ઘણાં નાનાં હોય છે.
 ફળ સૂક્ષ્મ કાળાં રંગના હોય છે.
તે પાણીને જમાવી દે છે, માટે તેનું આ નામ જલ જમની પડ્યું છે.
=>લેટિન: કોક્યુલસ હિરસુથસ, કોક્યુલસ વિલોસસ.
=>કફ અને પેટમાં દુખાવા તેમ જ તૂટેલા હાડકાંને જોડે છે 
=>પાન અને મુળની લૂગદી સાંધાના દુખાવા માં આરામ આપે છે . 
એવું માનવામાં આવે છે કે આ સાંધામાં દુખાવો
, સંધિવા અને અન્ય પ્રકારની પીડા રોકવા માટે ખૂબ અસરકારક છે.
=>ડાયાબિટીસ માં ચાર પાંદડા દર્દી સવારે ચાવે તો અસરકારક હર્બલ ઉપાય છે.

હાઈકુ :

સજાવીશ હું 

ધરતી હરીયાળી 

વૃક્ષો વાવીને .

✍રાજેશ બારૈયા "વનવાસી "

વનસ્પતિ પરીચય :વછનાગ ( gloriosa superba )

વછનાગ:( gloriosa superba )

=>આ વનસ્પતિ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વછનાગ, નાગાસેર, નાગસર, કંકાસણી
=>આ છોડ ખેતરની વાડ વચ્ચે, અને જાહેર રસ્તાઓની આસપાસ, ગીચ જંગલોમાં તથા ખુલ્લા ઘાસના મેદાનોમાં જોવા મળે છે.
=>આ વનસ્પતિ ઘણી શાખાઓ ધરાવતી વેલ છે. તેના પાંદડા દંડવિહિન તથા પ્રકાંડ સાથે જોડાયેલા હોય છે. પાંદડાનો આગળનો ભાગ સીધો લંબાયેલો તેમજ સૂત્રમય હોય છે.
=>આ છોડના કંદનો ઉપયોગ સર્પદંશની ઔષધ તરીકે, શક્તિવર્ધક (ટોનિક) તેમજ પેટમાં થતી કૃમિનો નાશ કરવા માટે થાય છે.
=>તેના પુષ્પ મોટા, પાંદડાની આમાં એકાકી તથા તરંગિત ધાર ધરાવતા હોય છે. તેનો રંગ અંદર તરફ લીલાશ પડતા પીળાથી શરૂ થઈ બહારની બાજુ નારંગી હોય છે.
=>તેના ફળ લંબગોળ તથા પ્રાવર હોયછે.
=>તેના પુષ્પ જુલાઈ માસમાં બેસે છે. આ છોડના બીજ તથા કંદનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થવાથી આ વનસ્પતિનું અસ્તિત્વ જોખમમાં મૂકાયું છે.
=>સંધિવાની વેદના પર લીમડાના રસમાં તેના ફળ ઘસીને ચોપડવાથી રાહત થાય છે.

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...