Friday, May 17, 2019

હાઈકુ

ચીમની ઓકે 

હવામાં પ્રદૂષણ 

  નાકને પીડા .

-રાજેશ બારૈયા "વનવાસી"

Wednesday, May 15, 2019

વનસ્પતિ પરીચય :વાવડીંગ (Embelia ribes)

વાવડીંગ (Embelia ribes )


વાવડીંગનો છોડ પાંચ ફૂટ જેટલો વધે છે. વાવડિંગ એક વિશાળ જાડી  ક્ષુપ આકારની વેલ છે.
 તેના પાન પાંચ  આંગળ લાંબા તથા ત્રણ આંગળ પહોળા હોય છે. 
તેનાં પર આવતાં ફળના ગુચ્છનને વાવડીંગ કહે છે 
.વાવડીંગ કૃમીનાશક હોવાથી બાળકોમા વધારે વપરાય છે .
=>વાવડીંગ  તીખાં, તીક્ષ્ણ, ગરમ, રુક્ષ, અગ્નીને પ્રદીપ્ત કરનાર અને હલકાં છે.
=>વાવડીંગ શુળ, અાફરો, પેટના વીભીન્ન રોગો, કફ, કૃમી, વાયુ તથા કબજીયાત મટાડે છે.
=>વાવડીંગ ઉત્તમ કૃમીનાશક, બળપ્રદ, વાયુનાશક, મગજ અને નાડીઓને બળ આપનાર, 
લોહીની શુદ્ધી કરનાર અને રસાયન છે. એનાથી ભુખ સારી લાગે છે, 
આહાર પચે છે, મળ સાફ ઉતરે છે, વજન વધે છે, ચામડીનો રંગ સુધરે છે.
=>એક ચમચી વાવડીંગનું ચુર્ણ રાત્રે ગોળ સાથે ખાવાથી પેટના કૃમીઓનો નાશ થાય છે.
=>આશરે ત્રણથી પાંચ ગ્રામ વાવડીંગનું ચુર્ણ તાજી મોળી છાશમાં મેળવી 
સવાર-સાંજ પીવાથી અગ્નીમાંદ્ય, અરુચી, ઉબકા, ઉલટી, અપચો, આફરો, 
પેટમાં વાયુ ભરાવો, ઉદરશુળ, મોળ આવવી વગેરેમાં ઉત્તમ લાભ થાય છે.
=>સમાન ભાગે વાવડીંગ અને કાળા તલ ભેગા કરી લસોટીને સુંઘવાથી આધાશીશી મટે છે.

Tuesday, May 14, 2019

વનસ્પતિ પરીચય :કરેણ

કરેણ


કરેણ સામાન્ય રીતે બાગમાં જોવા મળે છે. આ વનસ્પતિ છથી દશ ફૂટ જેટલટી ઊચાઇ ધરાવતું
સર્વત્ર જોવા મળતું ફૂલઝાડ છે.
=>કરેણ સફેદ, પીળી તથા લાલ એમ ત્રણ જાતની થાય છે, જેમાં પીળી કરેણ અન્ય કરતાં વધુ ઝેરી હોય છે.
=>સફેદ કરેણના મૂળને પાણીમાં ઘસી કપાળે લેપ કરવાથી કફ-વાયુની મસ્તકપીડા મટે છે.
=>દાદર થઈ હોય તો કરેણના પાનને શેરડી સાથેં વાટીને લેપ કરવો.
=>સાપ કરડયો હોય કે વીંછીનો ડંખ લાગ્યો હોય તો ધોળી કરેણનું મૂળ પાણીમાં ઘસી ડંખ પર
 લેપ કરવો અને ૧-૨ ચમચી પાનનો રસ પી જવો. આમ કરવાથી જો બેચેની જેવું લાગે તો ઉપર થોડું ઘી પી જવું.
=>કરેણનું મૂળ ખોદી લાવી દર્દીના કાને બાંધવાથી મલેરિયા તાવ મટે છે.

Monday, May 13, 2019

વનસ્પતિ પરીચય :ચારોળી/ચારોલી, (Buchanania lanzan)

ચારોળી/ચારોલી, (Buchanania lanzan)


ચારોળી/ચારોલીના વૃક્ષો મધ્યમ મોટાં હોય છે .સૂકા પાનખર જંગલનું વૃક્ષ છે .તેના ઉપર બકરાના કાન જેવા રુંવાટી યુક્ત પાન થાય છે.અને આ પાનના પતરાળા બને છે .ઝાડ ઉપર ફુલ પોષથી ફાગણ માસ સુધી આવે છે.અને ફળ ફાગણથી ચૈત્ર માસ સુધી આવે છે.ફળ ગુલાબી લાલ નાનાં ફાલસાજેવા હોય છે .બોરની જેમ તે ખવાય છે  જેમાં તુવેર જેવા લાલ રંગના દાણા હોય છે. આ દાણા જ ચારોળી તરીકે ઓળખાય છે.
બીજના કડક પડમાં રહેલ ચપટા, થોડા પોચા દાણા હોય છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. સ્વાદમાં જરાતરા બદામ જેવી ચારોળીનો ઉપયોગ ભારતીય પકવાનોં, મિઠાઇ તેમ જ ખીર ઇત્યાદિમાં સુકામેવા તરીકે કરવામાં આવે છે.
આનું ઉત્પાદન સમગ્ર ભારતમાં, મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ ભારતમાં, થાય છે.
=>ચારોળી વાયુનાશક, બળવર્ધક, વીર્યવર્ધક, મધુર, પૌષ્ટીક, કામશક્તી વધારનાર તથા વાયુ અને પીત્તનો નાશ કરનાર છે.
=>રક્તપીત્તમાં ચારોળી અને જેઠીમધથી પકવેલું દુધ પીવું
=>ચામડી પર એલર્જીનાં થયેલાં ચકામા પર ચારોળીના દાણા પાણીમાં લસોટી લેપ કરવાથી તે શમી જાય છે.
=>ચારોળી પીત્ત, કફ તથા લોહીના બગાડને મટાડે છે .
=>કામ કરીને થાક્યા હો તો અડધાથી એક ચમચી ચારોળીનો ભુકો એટલી જ સાકર એક ગ્લાસ દુધમાં નાખી ઉકાળીને પીવાથી થાક દુર થાય છે.
=>ચારોળીનું તેલ બદામના તેલ જેવા ગુણવાળું હોય છે શીળવા પર ચોળી દૂધમાં વાટી ચોપડવાથી ફાયદો થાય છે.

Sunday, May 12, 2019

હાઈકુ :માં

  પ્રેમ માતાનો 

પામવા જન્મે અહીં 

      ઈશ્વર ખુદ .

-રાજેશ બારૈયા "વનવાસી"

વનસ્પતિ પરીચય :ગુંદો (Cordia Dichotoma)

ગુંદો (Cordia Dichotoma)

ગુંદો સમગ્ર ભારત મા જોવા મળતું વૃક્ષ છે.મોટા ભાગના લોકોને પ્રિય હોવાથી તે એકદમ નજીકનું જ લાગે.
ગુંદો જેનાં અડધાથી એક ઈંચના વ્યાસના કાચા હોય ત્યારે લીલા અને પાકે ત્યારે બદામી વર્ણના ફળ હોય છે.
ખૂબ જ ચીકણું ફળ હોવાને કારણે તેને શ્લેષ્માતક કહે છે.
=>રોગોને ઊખાડીને ફેંકનાર,બીજુ એક નામ શેલુ છે.
 =>ગુંદો એ ચીકણો , ભારે , પિચ્છિલ છે .સ્વાદે તે મધુર અને કંઈક અંશે તૂરો છે.તેની છાલ તૂરી અને કડવી છે. પચવામાં મધુર હોવાથી પિત્તશામક અને બૃહણીય ગુણ પણ ધરાવે છે તે ઠંડી પ્રકૄતિ ધરાવે છે.
=>તેની છાલ કષાય રસ અને કડવી હોવાને કારણે કફ પિત્તનો નાશ કરનાર છે.
 =>કર્ણશૂલમાં તેની છાલનો પાણી સાથે ઘસીને લેપ કરવાથી ફાયદો થશે.
=>વીંછીના ડંખ પર છાલનો લેપ કરવાથી તેની અસહ્ય બળતરા ઓછી થાય છે અને વિષનો પ્રભાવ ઘટે છે.
=>નાનાં જીવજંતુ, મધમાખી વગેરે નાં ડંખની ઝેરી અસરમાં ગુંદાની છાલનો લેપ તુરત રાહત આપે છે.
=>મરડો, ઝાડા જેવી પેટની તકલીફમાં છાલના ઊકાળાને છાશ સાથે નિયમિત દિવસમાં બે વાર આપવાથી પાચનતંત્ર ને સુધારીને આંતરડા મજબૂત કરીને જૂના મરડાની તકલીફને ઝડપથી મટાડે છે.
=>રકત્તપિત્તના રોગમાં તેની પિત્તશામકતા દૂર કરવામાં ગુંદાના ફળ ખૂબ જ ઊપયોગી છે તેથી રકત્તપિત્ત્વાળા રોગીઓને પાકા ગુંદાનું શાક બનાવીને નિત્ય આપવામાં આવે તો રકત્તગત પિત્તનું શમન થાય છે અને આવા દર્દીમાં ગુંદા એ અતિ પથ્ય આહાર તરીકે ખૂબ જ લાભદાયી છે .
=>તાવના દર્દીમાટે ગુંદા એ માત્ર પથ્ય આહાર જ ન બનતાં તે તાવની ગરમીની તીવ્રતા ઘટાડીને બળ આપે છે તે તાપમાન ઓછું કરવામાં ખૂબજ મદદરૂપ બની રહે છે.
=>ગુંદા ના ફૂલ નું શાક ખૂબ સ્વાદિષ્ટ થાય છે .એમના ફળ નું પણ શાક બને એક વાત ખાસ એઁમનું બોળો કરેલ અથાણું તો બધાએ ખાધેલ હશે.

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...