Wednesday, December 25, 2019

તીડનું ટોળું ...ખેડુત માટે ખતરો

તીડનું ટોળું 

એવી વર્ષો પેલા મે એક કવિતા લખેલ હાલ મળતી નથી .એમાં લખેલ 
પહોડો માંથી આવતું , 
તીડનું ટોળું .
પાકને ને ચરતું , 
તીડનું ટોળું .
આ લાખો ની સંખ્યામાં ઉમટતું તીડ નું ટોળું આમ નાશ નહિ પામે આપ અવાજ કરી એક ખેતરમાંથી બીજા ખેતરમાં મોકલો ...એક પ્રદેશ માંથી બીજા પ્રદેશમાં આમા ખેડુત એકલો આ કાર્ય કરવા સમર્થ નથી આના માટે સરકાર દ્વારા પણ પ્રયત્ન કરવા જોવે ..દર વર્ષે કૃષિ રથ, મહોત્સવ માં કરોડો નાં ખર્ચા કરે ત્યારે અત્યારે ખેડુત પર આવી પડેલા સામૂહિક ખતરાને શિક્ષક આ કાર્યમાં સહકાર આપે આ જાહેરાત કરી પૂરતું નથી ..કેમકે આ અવાજ કરી એક વિસ્તાર માંથી બીજા વિસ્તાર માં ખતરાને મોકલવા નો ફક્ત પ્રયત્ન છે ...
  અહિં મોટો ઉપાય ખેડુતની મદદ માટે પાંચ દશ કિલોમીટર ની તીડના ટોળા ની ઉપર બે ચાર હેલિકોપ્ટર દ્વારા દવા નો મારો કરી જેટલા તીડ ઓછા થાય એટલો ખતરો ઓછો થાય એટલે કે બીજા વિસ્તાર માં એટલા તીડ ઓછા થાય આ એક સચોટ ઉપાય છે ..બીજો જીણી નેટ જાળી દ્વારા ટોળા સામે 200_500મીટર ની રાખી જેટલા વધારે ભેગા થાય એટલા કરવા આવું આવી રીતે સંખ્યા ઓછી નહિ થાય તો આ બનાસકાંઠા થી લઈ છેક દરીયા કાંઠા નાં વિસ્તાર સુધી ભાવનગર , સોમનાથ કે જામનગર નાં દરિયાય વિસ્તાર માં લાવી સમુંદર માં ધકેલવા સિવાય કોઇ રસ્તો નથી રહે ત્યાં સુધી પૂરા ગુજરાત નાં પાકને નાશ કરાશે આ પકૃતિનો પ્રકોપ છે આની બને ત્યાં સુધી જલ્દી સંખ્યા ઓછી થાય એજ ઉપાય એક વિસ્તાર માંથી બીજા વિસ્તારમા ધકેલવા ઉપાય નહિ ..

કૃષિ રથની જગ્યાએ હાલ ખેડુત તીડ રક્ષક હેલિકોપ્ટર ની જરુર છે ..શિક્ષક ની જગ્યાએ અહિં અગ્રિકલ્ચર વાળાની વધારેલ સૂજ બુજ ની જરુર છે .
    એજ સાથે જય કિશાન ..વંદે વસુંધરા


- રાજેશ બારૈયા "વનવાસી"

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...