Sunday, August 30, 2020

વનસ્પતિના પરીચય :કાચકા

 #કાચકા/કાકશિયા (caesalpinia crista)

કાંચકા: ખેતરની વાડ કરવા ખેડુતો તેને ઉછેરે છે. કારણ કે તેની વેલ પર કાંટા હોવાથી ખુબ જ મજબુત અને અભેદ્ય વાડ બને છે.આયુર્વેદીય ઔષધો વેચતા વેપારીને ત્યાં મળે છે.




#ગુણ

કાચકા કડવા, તુરા, ઉષ્ણ અને શોધક છે તથા કફ-પીત્તના હરસ, શુળ, સોજો, આધ્માન, વ્રણ, પ્રમેહ, કોઢ, કૃમી, રક્તસ્રાવી મસા, વાતાર્શ અને રક્તદોષોનો નાશ કરે છે.


#ઉપયોગ:

->કાચકાને શેકી તેનું ઉપરનું છોતરું કાઢી નાખી અંદરના સફેદ બીજ કાઢી, તેને ખુબ ખાંડી બનાવેલ બારીક ચુર્ણ પા ચમચી, એટલું જ અજમાનું ચુર્ણ અને ત્રણથી ચાર કાળાં મરી રોજ સવારે અથવા રાત્રે લેવાથી પેટના કૃમી, જુનો અને વારંવાર થતો મરડો, ઉદરશુળ, કાચા-પાકા ઝાડા, પેટનો વાયુ-આફરો, પેટનું ભારેપણું-જડતા, અપચો વગેરે મટે છે.

->કાચકાનું ચુર્ણ અડધી ચમચી અને કુંવારપાઠાનો ગર અડધી ચમચી રોજ રાત્રે લેવાથી મોટા ભાગના પેટના રોગો મટે છે.

-> મીંજનું પા ચમચી ચુર્ણ સવાર-સાંજ લેવાથી અથવા અજમો, સંચળ અને કાચકાની મીંજનું સમાન ભાગે બનાવેલું વસ્ત્રગાળ ચુર્ણ પા ચમચી રોજ સવારે સાત-આઠ દીવસ સુધી લેવાથી પેટના બધા પ્રકારના કૃમી દુર થાય છે, ભુખ સારી લાગે છે, ગૅસ મટે છે, મળ સાફ ઉતરે છે, પેટનું શુળ, આંકડી મટે છે, તથા જીર્ણજ્વર-ઝીણો તાવ દુર થાય છે. બે મહીના પછી નવું ચુર્ણ બનાવી લેવું જોઈએ.

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...