Sunday, April 28, 2019

વનસ્પતિ પરીચય :નોળવેલ

નોળવેલ:(dioscorea bulbifera)


એક જાતની વેલ;
=>આ વેલનાં પાન નાગરવેલનાં પાન જેવાં હોય છે. કંદ અને મૂળ ઉપયોગી છે.
તેનું કંદ જમીનની અંદર ઊંડું હોય છે. તેનાં મૂળને રાસ્ના કહે છે.
=>વેલ ચોમાસામાં ઊગી નીકળે છે. તેનાં અણીવાળાં પાંદડાંની બંને બાજુએ પૂમ હોય છે. 
નાઉળનાં પાંદડાનું શાક થાય છે. તે શાક ઠંડું અને ગરમીવાળા માણસને પથ્યકર છે.
=>તેનાં મૂળ ગરમ, ઘણાં કડવાં, વામક, વાતહર, આર્તવજન્ય, જ્વરઘ્ન, કૃમ્ઘ્ન, વિષઘ્ન, રેચક અને પાચક છે.
 તે સર્પદંશનું ઝેર, વીંછી, ઉંદર, ગરોળી અને અન્ય ઝેરી પ્રાણીઓનું ઝેર, અફીણ વગેરે વનસ્પતિનું ઝેર તેમ જ ધાતુ અને ઉપધાતુઓનાં ઝેર નાબૂદ કરનાર મનાય છે.
=>શીતજ્વર મટાડવામાં તે બહુ ઉપયોગી હોવાનું મનાય છે. સર્પના ઝેર ઉપર પણ તે વપરાય છે.
તે વિષનાશક હોવા ઉપરાંત
=>જ્વર, કૃમિ અને કફમાં પણ ઉપયોગી કહેવાય છે.
એવી માન્યતા છે કે, નોળિયું સર્પની સાથે લડે ત્યારે સર્પ કરડે તો તે તરત નોરવેલ સૂંઘી આવે છે 
અને તેથી બચી જવા પામે છે.  
=>અરીઠાના પાણીમાં કે ધોળી ચણોઠીનાં મૂળ સાથે વાટી પિવડાવવાથી ખૂબ ઊલટી થઈ ઝેર ઊતરે છે. 
તેનાં સર્વાંગ સુગંધી, બહુ કડવાં, કટુપૌષ્ટિક, વાયુનાશક, ગ્રાહી, ગર્ભશયોત્તેજક, દીપન, મજ્જાતંતુને ઉત્તેજક, સ્વેદલ, જ્વરપ્રતિબંધક, વિષહર, મૂત્રાશય અને મૂત્રપિંડના તમામ રોગમાં વખાણવા જેવી અસર કરે છે.
=>બચ્ચાંને દાંત આવતી વખતે થતાં ઝાડા ઊલટીને તે મટાડે છે.
=>ત્રિદોષ અને મજ્જાતંતુઓના રોગમાં તેની સાથે તગરના ગંઠોડા દેવાથી સારો ફાયદો થતો મનાય છે. 
નાની નોરવેલને નાઉળ કહે છે.
=> પાન મૂત્રકૃચ્છ્ર, મૂત્રાઘાત, ઉપદંશ અને આંખો આવે તે ઉપર ઉપયોગી ગણાય છે.

2 comments:

  1. Rahul Kumar Narsinhbhai Patel , At post-zinzva, ta-prantij, sk,383210,=. 9825720247, 8160882293

    ReplyDelete
  2. ખુબ સરસ માહિતી છે. જીવન ઉપયોગી.

    ReplyDelete

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...