Monday, June 10, 2019

પરીચય :નસોતરો

#નસોતર
આ આયુર્વેદનું એક ઉત્તમ વીરેચક ઔષધ છે કેમકે એની કોઈ આડઅસર નથી 
આથી કબજીયાતમાં એ નિર્ભયપણે લઈ શકાય વળી નસોતર કફ-પીત્તના રોગો પણ મટાડે છે 
તાવ, રક્તપીત્ત, હરસ, વીસર્પ ગુમડા, કમળો, ઉદર રોગો, ગેસ, ગોળો, કબજીયાત 
અને અપચામાં ઉપયોગી છે.
👉નસોતરનું ચુર્ણ તાવમાં પા ચમચી દ્રાક્ષના રસ સાથે લેવું.
👉રક્તપીત્તમા નસોતરનું ચુર્ણ સાકર અને મધ સાથે લેવું
👉હરસમાં નસોતરનું ચુર્ણ ત્રિફળાના ઉકાળા સાથે તેમજ કમળામાં 
સાકર સાથે અને કબજીયાતમાં પાણી સાથે લેવું.
🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳🌿🌳

Sunday, June 9, 2019

વનસ્પતિ પરીચય :તજ

#તજ(સિનેમોમમ ઝિલેનિકમ)


તજ વૃક્ષની છાલમાંથી પ્રાપ્ત થતો તેજાનો છે. આ એક નાનું સદાહરિત વૃક્ષ છે જે લોરેસી કુળનું સભ્ય છે,
 અને મૂળ શ્રીલંકાનું વતની છે.
👉તજના વૃક્ષો ૧૦-૧૫ મીટર લાંબા હોય છે. પાંદડાં આકારમાં લંબગોળ, ફૂલો, ઝૂમખાંમાં ગોઠવાયેલ હોય છે, 
લીલો રંગ, અને વિશિષ્ટ સુગંધ ધરાવે છે. ફળ જાંબુડિયા રંગનુ એક બી ધરાવતું હોય છે.
👉તજની છાલ મોટાભાગે મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે. તે મુખ્યત્વે વ્યંજન અને સ્વાદિષ્ટ વસ્તુ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ખાસ કરીને મેકસિકોમાં, ચોકલેટ બનાવવામાં તેનો ઉપયોગ થાય છે, જે સાચા તજનું મુખ્ય આયાતકાર છે.
👉અમુક જાતની મીઠાઇ, જેમ કે એપલ પાઇ, ડોનટ્સ અને સિનેમોન કેક અને મસાલાયુક્ત કેન્ડી, ચા, ગરમ કોકા બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. સાચું તજ, કેસીઅ નહીં, મીઠાઇ વાનગીઓ માટે વધુ અનુકૂળ છે.
👉અમુક હેતુ માટે તજ-ખાંડનું મિશ્રણ સ્વતંત્ર રીતે પણ વેચવામાં આવે છે. અથાણાંમાં પણ તજનો ઉપયોગ થઇ શકે છે. તજની છાલ થોડાં મસાલામાંથી એક છે જેનો સ્વતંત્ર રીતે ઉપયોગ કરી શકાય છે.
👉પર્શિયન આહારમાં મહત્વના મસાલ તરીકે ઘણા લાંબા સમયથી તજનો ભુક્કો ઉપયોગ લેવાય છે, ઘાટ્ટા સૂપ, પીણાં અને મીઠાઇની વાનગીઓમાં ઉપયોગમાં લેવાય છે.
👉દવામાં તે અન્ય અસ્થિર તેલની જેમ કાર્ય કરે છે અને ઠંડીની સારવાર માટે તેને અકસીર માનવામાં આવે છે. તે ઝાડાં અને પાચનતંત્રની અન્ય સમસ્યાની સારવાર માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે.
👉તજનો પરંપરાગત ઉપયોગ દાંતના દુઃખાવા અને ખરાબ શ્વાસની સારવારમાં કરવામાં આવે છે અને તેના નિયમિત ઉપયોગથી સામાન્ય શરદી દૂર થાય છે અને પાચનમાં સહાય મળે છે તેવું માનવામાં આવે છે.
👉મચ્છર મારવામાં તજના પાંદડાંનું તેલ ખૂબ અસરકાર જોવામાં આવ્યું છે.

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...