Friday, May 24, 2019

વનસ્પતિ પરીચય : બલા/ખરેટી

બલા/ખરેટી
બલા ચોમાસામાં ૨થી ૩ ફૂટ ઊંચા છોડ સર્વત્ર ઊગી નીકળે છે. ઔષધ ઉપચારમાં આ બલાનાં બીજ  અને મૂળનો અધિક ઉપયોગ થાય છે.
->બલા સ્વાદમાં મધુર, શીતળ, પચવામાં ભારે, ત્રિદોષનાશક, બળપ્રદ, પુષ્ટિકર, ઓજવર્ધક, ગર્ભસ્થાપક તથા ઉદરવાયુ, પક્ષાઘાત, અડદિયો વા, સંધિવા વગેરે વાયુના વિકારો, સંગ્રહણી, હૃદયની નબળાઈ, સોજા અને તાવનાશક છે.
->તેનાં બીજ  સ્વાદમાં મધુર અને તૂરા, શીતળ, પચવામાં ભારે, કામોત્તેજક, સ્તંભક તથા શ્વાસ, શ્વેતપ્રદર અને મૂત્રાધિક્ય મટાડનાર છે.
->અવબાહુક રોગમાં કોઈ પણ એક હાથ જકડાઈ જાય છે અને ઊંચકી પણ શકાતો નથી. એક મહિના સુધી બલાના મૂળનો ઉકાળો રોજ સવારે પીવાથી અને બલાતેલનું માલિશ કરવાથી આ રોગમાં સારો ફાયદો થાય છે.
->બલાના મૂળમાં ઈફ્રેડ્રીન નામનું તત્ત્વ રહેલું છે. એટલે દમના દર્દીઓ રોજ બલાના મૂળનો ઉકાળો પીવે અથવા મૂળનું ચૂર્ણ રોજ પાણી સાથે લે તો તમને ઘણી રાહત અનુભવાશે.
->સંધિવા, લકવો, કમરનો દુખાવો, કંપવા વગેરે બધા જ પ્રકારના વાયુના વિકારો પણ મટે છે.
->બલાના મૂળ સ્ત્રીઓને જેમાં સફેદ પાણી પડે છે એ શ્વેતપ્રદર રોગનું પણ ઉત્તમ ઔષધ છે.

Thursday, May 23, 2019

કવિતા :વૃક્ષો વાવીએ

        *વૃક્ષો વાવીએ* 

આવી આવી વરસાદની ઋતું , 

સૌ સાથે મળી વૃક્ષો  વાવીએ .

ઉનાળામાં ગરમી ખુબ લાગી રે , 

આ તો વૃક્ષ થકી  આવે વરસાદ . 

આપણો ઓક્સિજન વૃક્ષ પ્રાણ, 

વૃક્ષને નડતર  રૂપ નહીં ગણીએ .

સમય કાઢી વૃક્ષા રોપણ કરીએ , 

પ્રેમથી તેમની જાળવણી કરીએ .

આવી આવી વરસાદની ઋતું , 

સૌ સાથે મળી  વૃક્ષો  વાવીએ .


 -રાજેશ બારૈયા "વનવાસી "

Tuesday, May 21, 2019

ઔષધિય છોડ :કીડામારી

#કીડામારી


કીડામારીના છોડ ખેતરના શેઢે થાય છે. પામ, ગોળ ધૂસર રંગના, ફૂલ કીરમજી
 રંગના,
 ફળના ડોડવા બોર જેવડા, ડોડાને ફોડવાથી કાળા બીજ નીકળે છે.
=>કીડામારી કડવી, ગરમ, સોજાનો અને કૃમીનો નાશ કરનાર, 
ખાંસી, મટાડનાર, રુચી ઉત્પન્ન કરનાર (પણ સ્વયં અરોચક) છે. 
વાત, કફ અને જ્વરને હરનાર છે.
=>સોજા ઉપર તેનો રસ ચોપડવાથી સોજો ઉતરી જાય છે.
=>ઢોરને જીવાત પડી હોય તો તેનાં પાન લસોટી લેપ કરવાથી 
બધી જીવાત નીકળી જાય છે.
=>કબજીયાત રહેતી હોય તો અડધી ચમચી કીડામારીના 
પંચાંગનો ઉકાળો કરી પીવાથી ફાયદો થાય છે.
=>નાના બાળકને કબજીયાત રહેતી હોય અને 
આ કારણથી જ રડ્યા કરતું હોય તો કીડામારીના પાન પર દીવેલ લગાડી 
સહેજ ગરમ કરી બાળકની નાભી પર બાંધવાથી ઝાડો સાફ ઉતરે છે.
=>પેટમાં કૃમી થયા હોય તો કીડામારીના પાનનો રસ અડધી ચમચી 
રોજ રાત્રે ચાર-પાંચ દીવસ લેવાથી કૃમી નીકળી જાય છે અને 
શરીરનું વજન વધે છે.

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...