Saturday, May 11, 2019

વનસ્પતિ પરીચય :લીંબુડી

લીંબુ


લીંબુ એ દુનિયાના લગભગ દરેક ભાગમાં મળી આવતું એક અતિ સામાન્ય ફળ છે. તે સાઇટ્રિક ઍસિડ થી ભરેલું હોવાથી સ્વાદમાં ખાટું હોય છે. દુનિયાભરમાં વિવિધ વાનગીઓમાં ખટાશ પુરી પાડવા લીંબુનો રસ નાખવામાં આવે છે. આ ઉપરાંત શરબત બનાવવા માટે પણ લીંબુનો રસ બહોળા પ્રમાણમાં વાપરવામાં આવે છે. ભારતીય ઉપખંડમાં અને તેમાં પણ ખાસ કરીને
ગુજરાત રાજ્યમાં લીંબુનો ઉપયોગ અથાણાં બનાવવા માટે કરવામાં આવે છે.
=>લીંબુ તીક્ષ્ણ વાયુનાશક, આહાર પચાવનાર, ભુખ લગાડનાર, પચવામાં હલકું, પેટનાં દર્દને મટાડનાર અને પેટના કૃમીઓનો નાશ કરનાર છે. તે ઉલટી, પીત્ત, આમવાત, અગ્નીમાંદ્ય, વાયુ, વાયુના રોગો, કૉલેરા, ગળાના રોગો, ઉધરસ અને કફ દુર કરે છે.
=>લીંબુ પેશાબ વાટે યુરીક એસીડનો નીકાલ કરે છે.
=>લીંબુના રસથી દાંત અને પેઢાં સ્વચ્છ થાય છે. પાયોરીયા અને મોંની દુર્ગંધ દુર થાય છે.
=>યકૃતની શુદ્ધી માટે લીંબુ અકસીર છે.
=>અજીર્ણ, છાતીની બળતરા, સંગ્રહણી, કૉલેરા, કફ, શરદી, શ્વાસ વગેરેમાં લીંબુ ઔષધનું કામ કરે છે.
=>લીંબુના રસમાં ટાઈફોઈડનાં જંતુઓ તરત જ નાશ પામે છે.
=>લીંબુનાં સેવનથી પીત્ત શાંત થાય છે.
=>લીંબુથી લોહી શુદ્ધ થવાથી શરીરમાં તાજગી અનુભવાય છે.
=>લીંબુ સમગ્ર શરીરની સફાઈ કરે છે. આંખોનું તેજ વધારે છે. રોજ એક લીંબુનો ઉપયોગ કરવાથી સ્વસ્થ અને પ્રસન્ન રહી શકાય.
=>લીંબુના ફાડીયા પર નમક, જીરુ, કાળાં મરી, સુંઠ અને અજમાનું બારીક ચુર્ણ ભભરાવી જરાક ગરમ કરી ભોજન પુર્વે ધીમે ધીમે ચુસવું. એનાથી રુચી ઉઘડે છે અને વાયુ નીચે ઉતરે છે. હેડકી, ઉધરસ, આફરો જેવા વાયુના રોગોમાં પણ એનાથી લાભ થાય છે.
=>લીંબુમાં વીટામીન સી હોવાથી દાંતના પેઢામાંથી લોહી નીકળતું હોય તો નવશેકા પાણીમાં લીંબુ પીવાથી મટે છે.
=>લીંબુ આલ્કલાઈન હોવાથી એસીડીટીમાં ઉત્તમ ગુણકારક છે.
=>લીંબુના છોતરામાં વધુ પ્રમાણમાં પોષક તત્વ મળી આવે છે, જેમાં ઈમ્યુન સીસ્ટમ ને મજબુત કરવા, કોલેસ્ટ્રોલને સામાન્ય કરવા અને કેન્સરને વધતો અટકાવવાની ક્ષમતા પણ હોય છે.
=>લીંબુના છોતરામાં એન્ટી માઈક્રોબીએલ ઈફેક્ટ ખુબ વધુ હોય છે અને તે બેક્ટેરીયલ અને ફંગલ ઇન્ફેકશન થી બચાવ કરે છે. લીંબુ દરેક ડીટોક્સ વિધિ નો એક જરૂરી ભાગ છે, પછી ભલે આપણે આ લીંબુ પાણીની જેમ કે લીંબુનીં ચા બનાવીને ઉપયોગ કરીએ

Thursday, May 9, 2019

વનસ્પતિ પરીચય :જટા માસી

જટામાંસી


હિંદીમાં તે બાલછડના નામથી તથા સંસ્કૃતમાં जटामांसी કે मासीना નામથી ઓળખાય છે.
બારેમાસ થનાર આ જમીન પર પથરાયેલા છોડમાં એક વિશેષ પ્રકારનું સુગંધી તેલ હોય છે
જેના કારણે તેમાં ઔષધીય ગુણો ભરેલા છે.જટામાંસી
 એ જમીનમાં અને ખાસ કરીને રેતાળ પ્રદેશમાં થતી હોય છે .
=>તે લઘુ, સ્નિગ્ધ અને શીત ગુણયુકત છે.તેમજ સ્વાદે –કડવી, તૂરી અને કંઈક અંશે મધુર પણ છે
.તે પચવામાં તીખી છે.
કર્મની દ્રષ્ટિએ વિચાર કરીએ તો તે સ્નિગધ, શીત વીર્ય અને કટુ વિપાકી એમ ત્રણેય દોષનો
 નાશ કરનાર હોવાથી ત્રિદોષહર છે
=>જટામાંસી એ તેના સંજ્ઞાસ્થાપન ગુણને કારણે મુખ્યત્વે માનસ રોગ અને મસ્તિષ્ક્ના રોગમાં ખૂબ જ 
પ્રભાવી રીતે પરિણામ આપનાર એક દુર્લભ વનસ્પતિ છે.
=>જટામાંસીનું નિત્ય ચૂર્ણ અડધો ગ્રામ બે વાર દૂધ સાથે લેવાથી ઊદરમાં ગરમી આવે છે.
તે વાયુને ઊર્ધ્વ તરફ ધકેલે છે જેને કારણે ઓડકાર આવીને પરસેવો થતાં નાડીતંત્રમાં સંજ્ઞા આવે છે.
=>સ્નાયુની નબળાઈ તથા સર્વાંગ દોર્બલ્યની સ્થિતિમાં જટામાંસી દૂધ સાથે લેવાથી
 તે નાડીતંત્રને પુષ્ટ કરવાને કારણે થાક ઓછો કરે છે.
=>જ્ઞાનતંતુના વિકારને કારણે ઊત્પન્ન માથાના દુખાવામાં જટામાંસીનો આભ્યાંતર અને 
બાહ્ય શિરોભ્યંગ સ્વરૂપે પ્રયોગ અતિ લાભદાયી નીવડે છે.
=>મૂત્રકૃચ્છ પેશાબ અટકીને આવવો તથા મૂત્રાશયના સોજામાં 
જટામાંસીનો ઊકાળો ગોખરુનાં ચૂર્ણ સાથે આપવાથી ફાયદો થાય છે.
=>કેશ કલ્પ તરીકે વપરાતાં તમામ યોગોમાં જટામાંસી એ એક આવશ્યક અંગ છે
 તેના ઊપયોગથી વાળ સફેદ થતા અટકે છે. અકાળે પાકતાં (સફેદ થતાં) 
વાળની સમસ્યામાં જટામાંસીથી સિધ્ધ કરેલ તેલની નિત્ય મસ્તિષ્કમાં માલિશ કરવાથી
, તેનો નસ્ય તરીકે પ્રયોગ કરવાથી તથા શિરોધારા તરીકે પણ પ્રયોગ કરીને વાળ સફેદ થતાં અટકાવી શકાય છે.

Wednesday, May 8, 2019

વનસ્પતિ પરીચય :અળવી


અળવી (કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા)


બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં
મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે.
આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. અળવી અત્યંત પ્રસિદ્ધ અને
 સૌને માટે પરિચિત હોય તેવી વનસ્પતિ છે. અળવીની પ્રકૃતિ ઠંડી અને તર હોય છે. અળવીની અનેક જાતો થાય છે:
રાજાળુ, ધાવાળું, કાળીઅળુ, મુંડળેઅળુ, ગીમઅળુ અને રામઅળુ. એ સર્વમાં કાળી અળવી ઉત્તમ છે.
કેટલીક અળવીને મોટા અને કેટલીકને ઝીણા-નાના કંદ હોય છે, જેની તરેહતરેહની વાનગીઓ બનાવાય છે.
અળવીના પાનમાંથી પાત્રા કે પતરવેલીયા તરિકે ઓળખાતી પ્રખ્યાત ગુજરાતી વાનગી બને છે.
અળવીની ગાંઠોનું શાક બને છે, જે ખાસ કરીને ફરાળ તરિકે ખાવામાં આવે છે.
અળવી રક્તપિત્તના ઉપચારમાં વપરાય છે અને તે ઉપરાંત ઝાડા બંધ કરનારી અને વાયુ પ્રકોપ કરનારી વનસ્પતિ છે.
આયુર્વેદીક મત અનુસાર શીતળ, અગ્નિપ્રદિપક , બળની વૃદ્ધિ કરવા વાળી અને સ્ત્રિઓ માટે
સ્તનોમાં દૂધ વધારનાર ખોરાક છે.
કોમળ પાનના રસને જીરાના ભુકામાં મેળવી આપતા પિત્ત પ્રકોપ મટે છે.
અળવીના પાનના રસ ૩ દિવસ સુધી પીવાથી સે પેશાબની બળતરા મટે છે.
અળવીના પાનની દાંડીઓ બાળી તેની રાખ તેલમાં મેળવી લગાવતા ફોડી ફોડા મટે છે.
હિલાઓના દૂધની વૃદ્ધિ
અળવીનું શાક ખાવાથી દુગ્ધપાન કરાવવા વાળી સ્ત્રિઓ નું ઓઓધ વધે છે
 રક્તપિત્ત (ખૂની પિત્ત) હોને પર અળવીના પાનનું શાક રક્તપિત્તના રોગીઓ માટે લાભકારી છે.
અળવીના પાન તેની દાંદી સાથે ઉકાળી તેનું પાણી કાઢી તેમાં ઘી મેળવી ૩ દિવસ સુધી સેવન કરતા વાયુનો ગોળો દૂર થાય છે.
અળવીનું શાક રોજ ખાવાથી હૃદયરોગમાં લાભ થાય છે

Monday, May 6, 2019

વનસ્પતિ પરીચય :રામફળ


રામફળ


=>એક મીઠું ફળ છે. તેનું ઝાડ મધ્યમ ઊંચાઈનું હોય છે. રામફળના વૃક્ષનાં પાંદડા જામફળનાં પાન જેવા હોય છે.
ઝાડ ઓછા પ્રમાણમાં મળી આવે છે. રામફળ ઉનાળામાં આવતું ફળ છે. ફળનું આવરણ તપખીરી કેસરી રંગનું હોય છે
. રામફળ એ સીતાફળની જાતીનું છે
ખાવામાં અતિશય સ્વાદિષ્ટ
તેનાં બી સીતાફળમાં થાય છે તેવાં જ પણ પીળા રંગનાં હોય છે.ગાઢ જંગલોની લીલાશ વચ્ચે આ 
ફળ પાકતું હોઈ તેને રણફળ અગર જંગલી ફળ કહે છે. તે ‘રાનફળ’ ઉપરથી  ‘રામફળ’ નામ થઈ ગયું છે.
કાઠિયાવાડમાં મહુવા આઓ તો આ માર્ચ, એપ્રિલ, મે માસમાં રામફળ મળે તો ખાજો.
રામફળ સ્વાદમાં મધુર હોય છે,
=>એ વાયુ અને કફવર્ધક, રક્તદોષનાશક, ગ્રાહી (સંકોચક) તથા અરુચી, 
દાહ-બળતરા, પીત્ત, થાક, પેટનાં કૃમી, મરડો, વાઈ-એપીલેપ્સી મટાડે છે.
=>રામફળના ઝાડની છાલનું ચુર્ણ સવાર-સાંજ અડધી ચમચી જેટલું થોડા દીવસ લેવાથી 
નવો કે જુનો મરડો હોય તે પણ મટે છે.
=>રામફળ સ્ત્રીઓને મેન્સ્ટ્રુએશન- માસિકસ્ત્રાવમાં તકલીફ થાય તેને માટે સારું છે.
=>રામફળમાં ભરપૂર પોટેશિયમ છે એટલે રામફળ ખાવાથી માનવીના સ્નાયુ મજબૂત થાય છે.
=>લેવેન્ડરના તેલ સાથે રામફળની લુગદી ભેળવીને શરીરે મસાજ કરવાથી ચામડી સુંદર બને છે.
=>માથામાં ખોડો થયો હોય તો રામફળના વૃક્ષની છાલને વાટીને તેને ખોડા ઉપર લગાવાય છે.
=>મોંઢાના ખીલ માટે રામફળનો ગર્ભ એ મલમ જેવું કામ કરે છે.

Sunday, May 5, 2019

વનસ્પતિ પરીચય :રૂખડો

રૂખડો


રૂખડો અથવા ગોરખ આમલી અથવા ચોર આમલો તરીકે ઓળખાતું એક વૃક્ષ છે,
 ૨૦૦૦ વર્ષ જેટલું આયુષ્ય ધરાવતા આ ઝાડનું થડ ખૂબજ જાડું હોય છે. 
ફૂલ સફેદ અને મોટાં હોય છે. ફળ ભૂખરા-બદામી રંગનાં નાની તુંબડી જેવાં હોય છે. તેનું થડ લિસ્સું હોવાને કારણે તેના પર શિકારી પ્રાણીઓ સહેલાઈથી ચડી શકતાં નથી, 
આને લીધે આ વૃક્ષની બખોલમાં ઘણાં પક્ષીઓ માળો બનાવતાં હોય છે.
=>આ વૃક્ષની છાલમાં કાપ મૂકતાં તેમાંથી ગુંદર ઝરે છે, 
જે પાલતુ જનાવરોના શરીર પરના ઘા મટાડવા ઉપયોગી છે.

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...