Friday, June 21, 2019

#છોડ પરીચય :તલવણી

#તલવણી :


તલવણી  નાનો છોડ થાય છે તેને પંજા જેવો પાંચ પાનનો લૂમખો હોય છે.
તેની શિંગ આઠ આંગળ સુધી લાંબી અને ચપટી થાય છે.તીવ્ર દુર્ગધ વાળો છોડ છે .
👉ચોમાસામાં તથા ભેજવાળી જમીનમાં બારે માસ તે ઊગે છે.
👉વીંછી કરડ્યો હોય તો તેનો રસ જે બાજુએ ડંખ હોય તે બાજુના
 કાનમાં રેડવાથી ઝેરની અસર ઊતરી જતી મનાય છે.

વનસ્પતિ પરીચય :દેશી બદામ

#દેશી બદામ (Terminalia catappa )
દેશી બદામ શહેરી વિસ્તારમા પણ શોભાના વૃક્ષ તરીકે જોવા મળે છે. સુન્દર આકાર અને ગાઢ છાયડાને કારણે શહેરી વિસ્તારોમા આ સામાન્ય વૃક્ષ છે.
ફળ પાકે ત્યારે તેનો ઉપરનો માવો ખટાશયુક્ત હોવાથી બાળકો મજાથી ખાય છે. કેટલીક સીલેક્ટેડ જાતોના ફળ ખુબ જ સ્વાદિસ્ટ લાગે છે. ઉપરના કઠણ ભાગને તોડતા તેમાથી બદામ જેવુ જ બીજ નીકળે છે અને તેનો સ્વાદ બદામ જેવો જ હોય છે.
👉દેશી બદામ બીજ મા આશરે ૩.૫૬% ભેજ, ૫૨ % ફેટ-ચરબી(તેલ), ૨૫ % પ્રોટીન, ૧૪.૬ % રેસા, ૫.૯૮ ખાડ (સુક્રોઝ) વગેરે હોય છે.
👉દેશી બદામના બીજના તેલના ગુણ બદામના તેલ જેવા જ હોય છે અને બદામના તેલની અવેજીમા વાપરી શકાય છે.

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...