ચાલો કુદરતની કેડીએ


હાલના સમયમાં પ્રકૃતિ શિક્ષણની જરૂર 

 
મનુષ્યનું  અસ્તિત્વ અને આબાદી પૃથ્વી પરની જીવન સંપદા પર આધારીત છે .બોયોટેકનોલોજીના વિકાસ સાથે જૈવ વૈવિધ્યનું મહત્વ વિશ્વ અર્થતંત્રમાં અનેક ગણુ બધી ગયું છે .વનો અને ઝાડ એ અમૂલ્ય ખજાના  સમાન છે.માનવને સજીવોથી ઘણા લાભ મેળવે ખરૂં કહીએ તો માનવજાત માટે કલ્યાણ કારી છે .વન્યજીવ અને વન્ય  વનસ્પતિ આ ધરતીને કુદરતની અમૂલ્ય ભેટ છે .જે તેની વિવિધતા રંગો અને સંખ્યામાં સમૃદ્ધ છે.પણ આ આપણી આધુનિક દોડમાં એમનો નાશ કરતા જઈએ અને આપણે આગળ વધીએ પણ તેમનો વિનાશ કરીને આના કારણે પ્રકૃતિ આજ એક અસંતુલીત પરિવર્તન બિંદુ પર ઊભી છે.એક ભવ્ય ભુતકાળ,એક ભવ્ય વારસો હરક્ષણ આપણા હાથમાંથી સરકી રહ્યો છે .એક સ્વસ્થ સંતુલિત પર્યાવરણના નિક્ષિત અંત તરફ આપણે ઝડપથી જઈ રહ્યા છીએ છતા આપણે તેને અવગણી રહ્યા છીએ.
   હાલની પર્યાવરણીય સમસ્યાઓ જોયા અનુભવ્યા પછી આપણે વિચારવુ રહ્યું કે આ બધી સમસ્યાઓનો ઉકેલ શું ?પર્યાવરણનું સંતુલન કેમ જાળવશું એ આપણે શીખવુ પડશે અને આવનારી પેડીને પણ શીખવાડવુ પડશે અને આવુ નહી કરીએ તો કુદરત સમજવા ફરજ પડશે પણ તેની ખૂબ જ મોટી કિંમત આપણે ચુકવવી પડશે.તેથી પ્રલય અને પરિવર્તન માટે આપણે તૈયાર રહેવું પડશે .માટે જ પરિસ્થિતિમાં એક માત્ર ઉપાયરૂપ 'પ્રકૃતિ શિક્ષણ' એ અન્ય વિષય કરતા વધારે મહત્વનો છે.પ્રકૃતિ એજ કુદરત અને એજ ઊર્જા આથી  પ્રકૃતિ હંમેશા પોતાના નિયમ અનુસાર જ ચાલે છે.આપણને પ્રકૃતિ પ્રેમ કરે છે આથી આપણે પણ તેમના પર સ્નેહ રાખવો જોઇએ.
જન્મ અને મુત્યુ સુધી હર ઘટકમાં પ્રકૃતિ આપણી સાથે હોય છે .આથી આપણે કુદરત કે પ્રકૃતિ આ દુનિયામાં દેખાતી દરેક ઘટના કે વસ્તુ પ્રકૃતિમાં કેટલૂં સુંદર છે એ જોવું જોઇએ.
  આપણે જોઇએ છીએ કે સવારે ફૂલ ખીલે ત્યારે કેટલું સુંદર લાગે છે અને ખુશ્બુ ફેલાવે છે.એવી રીતે સૂરજમુખીના ફૂલ પણ સૂરજની જેમ કેવું  ફરે છે ! આપણને ખબર છે કે લજામણીના છોડને સ્પર્શ કરતા કેવું પાન બિડાય જાય છે.આ છે પ્રેમાળ પ્રકૃતિ દરેક જીવ માટે આને ક્યારેક વિનાશકારી પણ બને છે.જ્યારે તમના વિરોધી કાર્ય થાય ત્યારે તે વિનાશ સર્જે છે .આપણે શું કર્યું ?આપણી આધુનિક પણ દોડમાં જંતુનાશક ઝેરી દવા ,પ્લાસ્ટિકનો વધુ પડતો ઊપયોગ કરી પાણી ,વાયુ વગેરે પ્રદૂષિત કરી પ્રકૃતિને ઘણી હાની પહોચાડી છે .જંગલો કપાતા ગયા તેથી મૂળ જ નાશ પામ્યા.પ્રકૃતિ સાથે તાલ મેળવવાનું ભૂલી ગયા.
   વિકાસ માટે આપણે ઝાડ કાપતા પહેલા એ વિચારવું જોઇએ કે આપણે મેળવીએ છીએ કે ગુમાવીએ છીએ.ઝાડ કાપવાથી આપણી તંદુરસ્તી ગુમાવશુ જે શરીરને ઑક્સિજન વાયુની જરૂર છે તે શુધ્ધ કરીને વ્રુક્ષો જ આપે છે .આથી આવુ કુદરતી વાતવરણને ગુમાવશું આથી આપણે જાગવાની જરૂર છે નહી કે ભાગવાની .આ હરિયાળી ધરતીને વધુ હરિયાળી કરવાની જરૂર છે નહી કે કોંક્રેટના જંગલ બનાવી.આપણે આપણા આરોગ્ય પર બેદરકાર બનીએ છીએ.અનિવાર્ય સંજોગોમાં વૃક્ષ કાપવાનું થાય તો તેની સામે બીજા વૃક્ષો વાવીને ઉછેરીને તેનું સંતુલન જાળવી શકાય .આ ફૂલ ,ફળ અને વૃક્ષો આપણા જીવનમાં પણ હરિયાળી લાવશે જો તેમનું જતન થાય તો ...
એક હકીકત પ્રમાણે પ્રકૃતિની આસપાસ રહેનાર વ્યક્તિને તાણ ઓછી લાગે છે.વૈજ્ઞાનિકોની સંશોધન દ્વારા એ પણ જણાવ્યુ કે વૃક્ષની નજીક રહેવાથી આપણું સ્વસ્થ્ય સારું રહે છે.પ્રકૃતિના જતન માટે હવે એક નવો યુગનો આરંભ થઈ ગયો છે .પ્રકૃતિ આપણી જીવન પધ્ધતિમાં પરિવર્તન માંગી રહી છે .પ્રકૃતિના ભોગે કોઇ જ  ભૌતિક સુખ ન માણવું જોઇએ તેવું શિક્ષણ 'પ્રકૃતિ શિક્ષણ' મોટાઓને અને બાળકોને મળવુ જોઇએ .સૈા પ્રકૃતિ તરફ પાછા વળોના નાદ સાથે...વંદે વસુંધરા 

No comments:

Post a Comment

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...