Tuesday, July 2, 2019

વનસ્પતિ પરીચય :શરપંખો(Tephrosia purpurea

શરપંખો(Tephrosia purpurea)


શરપંખો ગુજરાતમાં બધે થાય છે. ચોમાસામાં સર્વત્ર ઊગી નીકળતો શરપંખો બરોળનું અકસીર ઔષધ છે.
 આ છોડ ત્રણ-ચાર ફૂટ ઊંચા થાય છે. શિયાળામાં તલવાર આકારની વાંકી દોઢ-બે ઈચની શિંગો આવે છે.
 ખડકાળ, પહાડી જમીન તેને વધુ અનુકૂળ આવે છે. સફેદ અને લાલ ફૂલવાળા એમ બે પ્રકારના શરપંખા થાય છે.
સફેદ ફૂલવાળા છોડ ખૂબ જ ઓછા જોવા મળે છે.
👉શરપંખાનાં દાતણ કરવામાં આવે છે. તેના સાવરણા પણ બને છે.
👉શરપંખો તીખો, કડવો, તુરો, ગરમ તથા લઘુ છે. તે કૃમિ, દમ, કફ અને પ્લીહા, બરોળના રોગો,
 આફરો, ગોળો, વ્રણ, વિષ, ઉધરસ, લોહીવિકાર, દમ અને તાવ મટાડે છે
. શરપંખાનો આખો છોડ મૂળ સાથે ઊખેડી, ધોઈ, સૂકવી, ખાંડીને બારીક ચૂર્ણ કરવું.
👉મેલેરિયા કે બીજા કોઈ પણ કારણથી બરોળ વધી જાય કે બરોળની કોઈ તકલીફ થાય
 તો શરપંખાના પંચાંગનું અડધી ચમચી ચૂર્ણ બે ચમચી મધ સાથે સવાર-સાંજ થોડા દિવસો લેવાથી
 બરોળના રોગો મટી જાય છે. શરપંખાને મૂળ સહિત ઉખેડી, સૂકવી, બારીક વસ્ત્રગાળ ચર્ણ કરવું.
👉શરપંખાના મૂળનો ઉકાળો મરી નાખી પીવાથી પ્રમેહમાં ફાયદો થાય છે.
 👉શરપંખાના મૂળને ચોખાના ધોવાણમાં વાટીને લેપ કરવાથી કંઠમાળ મટે છે.

પક્ષી પરીચય :ઇન્દ્રરાજ( Myophonus horsfieldii)

#ઇન્દ્રરાજ( Myophonus horsfieldii)_ 


ઇન્દ્રરાજ આ એક ગાયકપક્ષી છે,ઉનાળા દરમિયાન ઝાડનીં ઘટામાંથી નરનું વૈવિધ્યપૂર્ણ
સીટી ગાયન સાંભળવા મળે છે.તેના મધુર અવાજને કારણે લોકો ક્યારેક તેને પાળે પણ છે.
👉પૂખ્ત પક્ષી ૨૫ સે.મી.લંબાઇ ધરાવે છે.રંગ ભૂરો કાળો અને કપાળ તથા 
ખભા પર ચળકતા ભૂરા ડાઘ હોય છે.આંખ,ચાંચ અને પગ કાળા રંગના હોય છે.
નર તથા માદા સરખો દેખાવ ધરાવે છે.
👉ગુજરાત રાજ્યમાં સુરત જિલ્લા અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે.
 તેને ખાસ તો લીલાં, ગાઢ જંગલો પસંદ આવે છે.
ખોરાકમાં જીવાત,દેડકા અને ઇયળો ખાય છે.
👉આ પક્ષી માર્ચ થી ડીસેમ્બરમાં ઇંડા મૂકે છે.ઘાંસ,વાંસનાં મૂળ,શેવાળ વિગેરેથીl
 તે વાટકા આકારનો માળો,ઝાડની બખોલમાં કે મોટા ખડકનીં ધારે બનાવે છે.
તેનો માળો નિચેથી પહોળો અને ઉપર સાંકડો તથા ગારા વડે ખડક સાથે ચોંટાડેલ હોય છે.
તે માળામાં ૨ થી ૪ ઇંડા મૂકે છે

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...