Tuesday, July 2, 2019

પક્ષી પરીચય :ઇન્દ્રરાજ( Myophonus horsfieldii)

#ઇન્દ્રરાજ( Myophonus horsfieldii)_ 


ઇન્દ્રરાજ આ એક ગાયકપક્ષી છે,ઉનાળા દરમિયાન ઝાડનીં ઘટામાંથી નરનું વૈવિધ્યપૂર્ણ
સીટી ગાયન સાંભળવા મળે છે.તેના મધુર અવાજને કારણે લોકો ક્યારેક તેને પાળે પણ છે.
👉પૂખ્ત પક્ષી ૨૫ સે.મી.લંબાઇ ધરાવે છે.રંગ ભૂરો કાળો અને કપાળ તથા 
ખભા પર ચળકતા ભૂરા ડાઘ હોય છે.આંખ,ચાંચ અને પગ કાળા રંગના હોય છે.
નર તથા માદા સરખો દેખાવ ધરાવે છે.
👉ગુજરાત રાજ્યમાં સુરત જિલ્લા અને ડાંગ જિલ્લામાં જોવા મળે છે.
 તેને ખાસ તો લીલાં, ગાઢ જંગલો પસંદ આવે છે.
ખોરાકમાં જીવાત,દેડકા અને ઇયળો ખાય છે.
👉આ પક્ષી માર્ચ થી ડીસેમ્બરમાં ઇંડા મૂકે છે.ઘાંસ,વાંસનાં મૂળ,શેવાળ વિગેરેથીl
 તે વાટકા આકારનો માળો,ઝાડની બખોલમાં કે મોટા ખડકનીં ધારે બનાવે છે.
તેનો માળો નિચેથી પહોળો અને ઉપર સાંકડો તથા ગારા વડે ખડક સાથે ચોંટાડેલ હોય છે.
તે માળામાં ૨ થી ૪ ઇંડા મૂકે છે

No comments:

Post a Comment

બીજ વિતરણ મહાઅભિયાન -2026

  બીજ વિતરણ મહાઅભિયાન 2019 થી કાર્યરત... 2026- માં વિતરણ કરેલ મિત્રોનું લિસ્ટ  તા :02-01-26 1. દિપક મહેતા -અમદાવાદ  2. વિશાલ ચૌધરી -થરાદ  3....