Friday, June 7, 2019

છોડ :સામો

#સામો(Echinochloa colona)
સામો કે સાંબો અથવા મોરિયો કે "મોરૈયો" એક ખડધાન્ય છે
 જે વાનસ્પતિક દૃષ્ટિએ ઘાસના બીજ છે. ભારતીય સંસ્કૃતિમાં
 ઉપવાસના દિવસોમાં સામો કે મોરિયાની ખીચડી અને અન્ય વ્યંજનો બનાવીને ખવાય છે.
👉તેનાં પાન લાંબાં અને સાંકડાં થાય છે. ફૂલની ચમરી પાસે પાસે આવેલી, ધોળા રંગની હોય છે. છે. આ ધાન્યને ખોદતાં તેમાંથી નાના કણના ચોખા નીકળે છે. આ ઘાસ ઢોરને વિશેષ ખવરાવે છે. સામાના દાણા માણસો ફરાળ તરીકે ખાય છે .
👉આયુર્વેદિક મત પ્રમાને સામો ગુણે શોષક, વાતલ, કફઘ્ન અને પિત્તહર છે

Thursday, June 6, 2019

છોડ પરીચય :દુધેલી

#દુધલી(Euphorbia hirta)
દુધલી એક વાર્ષિક રુવાંટીવાળું જડીબુટ્ટી છે જે અસંખ્ય શાખાઓમાં આધારથી ટોચ પર છે,
 લાલ રંગની અથવા જાંબલી રંગમાં ફેલાય છે. દાંડા ગોળાકાર હોય છે, ઘન અને રુવાંટીવાળા પુષ્કળ દૂધ-સત્વ સાથે પાંદડા વિરુદ્ધ, લંબગોળ મધ્યમાં જાંબલી સાથે છાંટીને અને ધાર પર             દાંતાળું છે. પાંદડા સ્ટેમ પર વિપરીત જોડીમાં થાય છે.

👉દુધલી ઔષધીય ગુણધર્મો છે જેમ કે કેન્સર, ઝાડા, મરડો, આંતરડાના, 
અસ્થમા, બ્રોંકાઇટિસ, તાવ, પોપચાંની સ્ટાય, ઉધરસ, અસ્થમા, શ્વાસનળીના ચેપ, આંતરડા ફરિયાદ, જંતુનાશક ઉપદ્રવ, જખમો, કિડની પત્થરો અને ફોલ્લાઓ
     વગેરેના ઉપચારમાં ઉપયોગ થાય છે.
👉સૂકા જડીબુટ્ટીઓનો ઉકાળો ત્વચાના રોગો માટે ઉપયોગમાં લેવાય છે.
👉તાજા વનસ્પતિનો ઉકાળો થ્રોશના ઉપચાર માટે ચામડીના ટુકડા તરીકે વપરાય છે.

છોડ પરીચય :કચુરો(Curcuma zedoaria)

#કચુરો(Curcuma zedoaria)
કચુરો ભારતમાં બધે થાય છે ઔષધમાં એનો કંદ વપરાય છે
 એના કંદમાં ઉડ્ડયનશીલ તેલ, ગુંદર, શર્કરા, સ્ટાર્ચ અને 
સેન્દ્રીય અમ્લ હોય છે તે કડવો તીખો અને ગરમ હોય છે.
👉કચુરો ભુખ લગાડનાર, અરુચી દુર કરનાર, પચવામાં હલકો, દમ,
          ગોળો, કફ, કૃમી, હેડકી અને હરસ મટાડે છે.
👉કચુરાના કંદના સુકાવેલા ટુકડા બજારમાં મળે છે તે મોંમાં રાખવાથી
          મોંની ચીકાશ દુર કરી ગળુ સાફ કરે છે
👉કચુરાનો ખાસ ઉપયોગ દમ, ખાંસી અને હેડકીમાં થાય છે

Wednesday, June 5, 2019

વનસ્પતિ પરીચય :નાગફણી

#નાગફણી:


નાગફણી (ફિંડલા) ને સંસ્કૃતમાં વ્રજકંટકા કહેવામાં
ફિંડલા લો કેલેરી, ફાયદા માટે ચરબી અને ઓછું કોલેસ્ટ્રોલ સાથે ઘણા મહત્વના પોષક તત્વોનો સ્ત્રોત છે. આ ફળના છોતરા ઘણા મોટા અને કાંટાવાળા હોય છે જે કાઢ્યા પછી અંદરના ગરબ ને ખાવામાં આવે છે. આહારમાં ફિંડલા જેવા પોષક ફળો ઉમેરવાથી આરોગ્યને ઘણા ફાયદા થાય છે.

#ફિંડલામાં


  જસત, તંબુ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ,ફોસ્ફરસ, મોલીબ્ડેનમ અને કોબાલ્ટ રહેલ છે. ફિંડલા , સ્વાદમાં કડવી અને તાસીરમાં ખુબ ગરમ હોય છે. તે પેટના આફરાને દુર કરનાર, પાચક, મૂત્ર, વિરેચક હોય છે. ઔષધીય પ્રયોગ માટે તેના આખા છોડનો ઉપયોગ કરવામાં આવે છે. કુક્કર ખાંસીમાં તેના ફૂલને વાટીને ખાવાથી ફાયદો થાય છે. તેના ફળથી બનેલ સરબત પીવાથી પિત્ત વિકાર સારું થાય છે. ફિંડલા નો છોડ પશુઓ દ્વારા ખેતરોનું રક્ષણ જ નથી કરતું પણ રોગોથી આપણા શરીરનું પણ રક્ષણ કરે છે.
=>જો સોજો છે, સાંધાનો દુખાવો છે, ગુમડા, ઇજાને કારણે ચાલી નથી શકતા તો, પાંદડા ને વચ્ચેથી કાપીને ગરબ વાળા ભાગ ઉપર હળદર અને સરસીયાનું તેલ લગાવીને ગરમ કરીને બંધો.
=>કાનમાં તકલીફ હોય તો તેના પાકા પાંદડા ગરમ કરીને બે બે ટીપા રસ નાખો.
=>તેના લાલ અને પીળા રંગના ફૂલ હોય છે. ફૂલની નીચેના ફળને ગરમ કરીને કે ઉકાળીને ખાઈ શકાય છે આ ફળ સ્વાદિષ્ઠ હોય છે. તે પિત્તનાશક અને જ્વરનાશક હોય છે.

Tuesday, June 4, 2019

કવિતા :ગરમી હવે સહન થતી નથી

*ગરમી હવે સહન થતી  નથી*



વૃક્ષ અને પાણીની તમે ન સંભાળ લીધી , 

પર્યાવરણ તણી તમે કદી ખબર ન લીધી . 

ધરતીને  હરીયાળી બનાવો , 

ગરમી હવે સહન થતી  નથી. ..2

આ  વરસાદમાં  વૃક્ષો વાવો , 

ગરમી હવે  સહન થતી નથી. 

પંખો લગાવ્યો પણ રહેવાતું નથી , 

એસી મુકાવ્યુ ગરમી જાતી નથી . 

પર્યાવરણનાં પાંચાને કોઈ જોતું નથી,

પ્રદુષણનું દૂષણ કેમ કોઈ રોકતું નથી . 

ધરતીને હરીયાળી  બનાવો , 

ગરમી હવે સહન થતી નથી...2

મને શ્વાસ લેવામાં કેમ તકલીફ પડે , 

હવા હવે કેમ ચોખ્ખી મળતી નથી.

 જાગવાનું હજુ મોડું થયું નથી, 

 વૃક્ષનું રક્ષણ કોઈ ભૂલો નહીં .

ધરતીને હરીયાળી બનાવો , 

ગરમી હવે સહન થતી નથી ...2

કુદરતનો વારસો આપણી ફરજ છે , 

આપણી ફરજ ચુકી  કેમ દૂર ભાગો છો.

શ્વાસ લીધા વગર કેમ જીવાતું નથી , 

વૃક્ષ વગર બીજો કોઈ રસ્તો નથી.

ધરતીને હરીયાળી બનાવો , 

ગરમી હવે સહન થતી નથી ...2


-રાજેશ બારૈયા "વનવાસી"

Monday, June 3, 2019

વેલ પરીચય :-પોઈં

#પોઈ
પોઈ નામના વેલ  થાય છે. પોઈ તેનાં પાન ગૂંદીનાં પાન 
જેવાં પણ તેથી મોટાં અને જાડાં હોય છે. તેમાં મરી જેવડાં 
જાંબલી રંગનાં ફળ થાય છે. તેમાંથી કિરમજી રંગ નીકળે છે
.એ ખેતર કે વાડામાં ઉગે છે.
- એનાં પાનનાં ભજીયાં બનાવવામાં આવે છે.
- પોઈનાં પાનનો ૧ ચમચો રસ ૧ પ્યાલા દુધ સાથે રાતે સુવાના કલાકેક પહેલાં 
      લેવાથી સારી ઉંઘ આવે છે.

વનસ્પતિ પરીચય :ચિત્રક

ચિત્રક(plumbago zeylanica)
ચિત્રકનો  નાનો છોડ થાય ,ચળકતા પાન અને સફેદ ફૂલો સાથે ભેજવાળા વિસ્તારમાં ઝાડ નીચે જોવા મળે છે.બહું વર્ષાયુ છોડ છે .આખા છોડ પર સફેદ રુંવાટી હોય છે.
-મુળનો રસ ચામડીના રોગ મટાડવામાં તેમજ સ્વાસ્થ્યકારક ઉતેજક છે.
-પેટની તકલીફોમાં પાચનશકિત વધારવામાં ઉપયોગી છે.

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...