Friday, May 22, 2020

અનેક રોગમાં ઉપયોગી #ગળો

 

#ગળો, અમૃતવેલ, ગીલોય, અમૃતા :


ગળોની વેલ વાવવાથી તે ગમે ત્યાં ઊગી શકે છે. નાનો અમથો ટૂકડો કાપીને ગમે ત્યાં રોપી દો તો અથવા બીજ દ્વારા ઊગેજ છે. એનું એક નામઅમૃતા‘ છે. અમૃત જેવા ગુણો ધરાવતી હોવાથી અને દિવસો ને મહિનાઓ સુધી સૂકાતી કે મરતી ન હોવાથી આવું નામ આપ્યું હશે. એની વેલને વચ્ચેથી કાપી નાખો તો પણ મૂળ વિનાનો ઉપરનો ભાગ મહિનાઓ સુધી લીલો રહી શકે છે. લીમડાની ગળો ઉત્તમ ગણાય છે
#ગુણ :આસપાસના ઝાડ પર ચઢનારી ગળોની વેલ ભારતમાં સર્વત્ર થાય છે. કેટલીક જગ્યાએ તે ખડકોના આશ્રયે પણ થાય છે. જેને ‘ખડકી ગળો’ કહે છે. કડવા લીમડા પર ચઢેલી ગળો સર્વોત્કૃષ્ઠ ગણાય છે. વિષાક્ત વૃક્ષો પર ચઢેલી ગળોનો ષધ તરીકે ઉપયોગ ન કરવો. આયુર્વેદિય મતે ગળો સ્વાદમાં તૂરી, કડવી અને તીખી, ગરમ છતાં પિત્તશામક, રસાયન, બળકર, ભૂખવર્ધક, પાચનકર્તા, હૃદય માટે હિતકારી, રક્તવર્ધક અને શોધક, પિત્તસારક, પીડાશામક, ત્રિદોષ નાશક અને આયુષ્યપ્રદ છે. ગળો તાવ, તૃષા, દાહ-બળતરા, રક્તદોષ, પાંડુ રોગ, કમળો, લિવરના રોગો, હૃદય રોગ, ખાંસી, કૃમી, એસિડિટી, ઊલટી, મંદાગ્નિ, મરડો, સંગ્રહણી જેવાં અનેક રોગો મટાડે


ઉપર આપેલ ગળો લીમડા ની છે ....બીજ અને કટીંગ ઉપલબ્ધ છે.
(વંદે વસુંધરા બીજ બેંક -ખીરસરા , રાજકોટ 📞 9427249401)

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...