Wednesday, May 18, 2022

જીવંતી ડોડી/ખરખોડી ( Leptadenia Reticulata)

 જીવંતી ડોડી , ખરખોડી......      

Leptadenia Reticulata ) અનેક રીતે ઉપયોગી 

    પ્રાચીન કાળથી શાક બનાવવામાં ડોડીનો ઉપયોગ થાય છે. ડોડી ના વેલા જૂઈના વેલા જેવા થાય છે. તેના વેલા આપમેળે ઊગીને પાસેના વૃક્ષ પર ફેલાઈ જાય છે. ડોડીએ વરસાદની ઋતુમાં થનારી ચીકણી અને ઝાડોને વીંટળાઈ ને વધનારી, વધારે પાનવાળી વેલ છે.આને બીજ આને કટીંગથી પણ વાવી શકાય ..જૂન જુલાઈ મા બીજ વાવણી સમય.

 


   ડોડીને મીઠી ખરખોડી પણ કહે છે. ડોડીના ફળને ડોડાં કહે છે. ડોડાને તોડવાથી પીળા રંગનો દૂધ જેવો રસ નીકળે છે. શિયાળામાં ડોડીના વેલા પર ડોડાં બેસે છે. કૂણાં ડોડાનું શાક અને કઢી થાય છે. એમનાપાન સવારે પાંચ ચાવીને ખાવાથી આંખોને ફાયદો કરે નંબર મા પણ ફાયદો થાય 

- ડોડી સાથે અશ્વગંધા, શુદ્ધ કૌંચા અને શતાવરી સરખે ભાગે મેળવી આ ચૂર્ણ ઉપયોગમાં લેવાથી જાતીય નબળાઈ દૂર થાય છે.

-ડોડીનાં કૂણાં પાન બાફી તેનો રસ કાઢી પીવાથી આંખોની બીમારીઓમાં રાહત મળે છે અને તે આંખને ઠંડક પણ આપે છે. ડોડીનાં પાનની ભાજીનું સેવન કરવાથી રાત્રે ન દેખાતું હોય તે રતાંધળાપણું દૂર થાય છે.

-ડોડીના મૂળનો ઉકાળો, દોઢ માસા જીરાનું ચૂર્ણ મેળવી ત્રણ દિવસ સવારે પીવાથી પેશાબ વખતે થતી બળતરા ઓછી થાય છે, એકઠું થયેલું પરુ નીકળી જાય છે, તેમ જ મૂત્રનલિકા ની બળતરા મટે છે અને નવા થયેલા પરમિયામાં ફાયદો કરે છે. તે સ્ત્રી ના કોઠાની ગરમી દૂર કરે છે.

-ડોડી સ્વાદમાં મીઠી, ગુણમાં ઠંડી, પચવામાં પણ મીઠી અને વાયુ, પિત્ત અને કફ એમ ત્રણેય દોષને દૂર કરે છે. તે ઝાડા મટાડે પરંતુ કબજિયાત કરતી નથી. ડોડી વિટામીન એ થી ભરપૂર છે. ડોડીનાં પાન, મૂળ, ફળ અને ફૂલ ઔષધિના ઉપયોગમાં આવે છે. કાયમ ખાવાથી રતાંધળાપણું ઓછું થાય છે. તાવમાં બળતરા થતી હોય ત્યારે ડોડીનાં મૂળિયાંનો ઉકાળો કરીને પીવો જોઈએ. આથી બળતરા ઓછી થાય છે.



હવે એમ થાય કે આ મળે ક્યાં તો 

વંદે વસુંધરા બીજ બેંક ...પુરૂ ભારત મા એમના બીજ વિતરણ કરે છે બીજ મંગાવી આ વેલ કુંડામાં અથવા જમીન મા વાવી આપ તાજા જ ઉપયોગ કરી શકો .આ ઔષધિ જરૂર વાવો બીજ મંગાવવા સંપર્ક whatsapp :9427249401

મિત્રો, અવાજ આયુર્વેદ પ્લાન્ટના બીજ આને ગુણ  વિશે માહિતી મેળવવા માટે વંદે વસુંધરા બીજ બેંક સાથે જોડાય રહો  વિવિધ ઔષધિ વનસ્પતિ પરીચય અને ઉપયોગી માહિતી તમને દરરોજ મળતી રહે

અમુક પ્રકાર ના ઔષધિ ચૂર્ણ વંદે વસુંધરા બીજ બેંક પણ બનાવે છે ..એ માટે પણ ઉપર ના વૉટ્સએપ નંબર પર સંપર્ક કરી શકો 

નિરોગી શરીર સુખી જીવનમ્..

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...