Friday, May 3, 2019

વનસ્પતિ પરીચય :અગથિયો

અગથિયો :(Sesbane)


અગથિયો પાણી વાળી જમીનમા તેમના ઝાડ પુષ્કળ ઝડપથી  વધે છે અને 15 થી 30 મીટર ઊઁચા જાય છે .
એનાં વૃક્ષોનું આયુષ સાતથી આઠ વર્ષનું જ હોય છે.
=>રાતા અને ધોળા ફૂલોવાળી અગથિયાની બે જાત થાય છે. 
એનાં પર્ણો આમલીનાં પર્ણો જેવાં નાનાં અને સામસામા હોય છે.
=>એને ફૂલો અને શિંગો આવે છે. ફૂલનાં વડાં, ભજિયાં અને શાક થાય છે. એનાં પાંદડાંની પણ ભાજી થાય છે. 
=>ગુણોની દૃષ્ટિએ અગથિયો રૂક્ષ, શીતળ, ત્રિદોષનાશક અને મધુર છે
. ઉધરસ, કફ, શ્રમ, વૈવર્ણ્ય, ચોથિયો તાવ અને પિત્તને શાંત કરે છે.
=>એનાં ફૂલ કડવા, તુરા, થોડા શીતળ અને વાયુ કરનાર છે. સળેખમ અને રતાંધળાપણું દૂર કરે છે.
=>એનાં પર્ણો અને ભાજી તીખી, કડવી, કૃમિ, કફ, ખંજવાળ મટાડે છે.
=>રાતા અગથિયાનો રસ સોજા પર લગાડવાથી સોજા મટે છે.
=>અગથિયાનાં પાદડાનાં રસ નાં ટીપા નાકમા નાખવાથી શરદી અને તાવ મટે છે.
=>વાયું નો પ્રકોપ હોય તો તેમની છાલ થી રાહત થાય.
=>પાન નાં રસમા ઘી મિક્સ કરી તે ગાયના દૂધ મા એક ચમસી નાખી પીવાથી રતઆંધળા પણુ અને 
અન્ય આંખની તકલીપ દૂર થાય.

Thursday, May 2, 2019

વનસ્પતિ પરીચય :દારૂડી

દારૂડી (Prickly poppy)


દારૂડી ,સત્યાનાશીના આ છોડ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે.
 ખાસ કરીને સૂકા વિસ્તારમાં વધારે જોવા મળે છે. 
આ તમને ખેતર,ખળું,નદી,નાળા જેવી દરેક જગ્યાએ મળશે. 
આ બે પ્રકારના ફૂલોવાળા હોય છે.એક પીળો અને એક સફેદ ફૂલવાળો.
આ બંને પ્રકારના છોડ ઔષધીયરૂપે સમાન હોય છે
.આના પાંદડા કાંટાળા હોય છે જેને તોડવાથી સોનેરી રંગનું દૂધ નીકળે છે.
=>દારૂડી આ એટલો ગુણકારી છોડ છે કે ગમે તેટલો જૂનો ઘા હોય 
કે ધાધર,ખસ,ખરજવું હોય તો એને ચપટીમાં મટાડે છે.
=>નપુંસકતા-એના માટે દારૂડી (સત્યાનાશી)ના મૂળિયાને વાટીને 
એક સત્યનાશીના મૂળનો પાવડર અને તેટલીજ માત્રામાં વડનું દૂધને મેળવી
 ચણાના આકારની ગોળીઓ બનાવી લો.
 આ ગોળીઓને સતત 14 દિવસ સુધી સવાર-સાંજ પાણીની સાથે 
આપવાથી નપુંસકતા રોગ દૂર થાય છે. આ પણ એક રામબાણ ઉપાય છે.
=>અસ્થમા-એના માટે સત્યાનાશીના મૂળિયાનું ચૂરણ 
એક થી અડધો ગ્રામ ગરમ પાણી સાથે લેવાથી અસ્થમા મટી જાય છે.


.દવામા ઉપયોગ કરતા પેલા વૈધની સલાહ લેવી

Wednesday, May 1, 2019

વનસ્પતિ પરીચય :નાગલી


નાગલી (Eleusine coracana)
 નાગલી અથવા રાગી સૂકા ક્ષેત્રોમાં ઉગાડવામાં આવતું એક હલકું ધાન્ય છે.
=>ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં ડાંગ , વલસાડ , નવસારી , તાપી તેમ જ
સુરત જિલ્લાના આદિવાસીઓ નાગલીની ખેતી કરી,
 તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.  નાગલી મૂળ રૂપમાં  ઊઁચાઇ ધરાવતા પ્રદેશોમાં
અનુકૂળતા સાધવામાં નાગલી સમર્થ વનસ્પતિ છે.
=>નાગલી પોષક તત્વોથી ભરપુર તૃણ ધાન્ય પાક છે. તેના દાણામાં પ્રોટીન,
ખનજ તત્વ અને વિટામીનનું પ્રમાણ વિશેષ જોવા મળે છે.
=>નાગલીમાં રેસાની માત્ર વધારે હોવાથી ડાયબિટિસ અને é
દયરોગના દર્દીઓ માટે ખુબ લાભદાયક છે.
 =>નાગલીમાં કેિલ્શયમ અને આર્યનનું પ્રમાણ અન્ય ધાન્ય પાક કરતાં
 સવિશેષ હોવાથી તેનો ઉપોયગ કુપોષણ દૂર કરવામાં અને
 બેબી ફ્રુડ બનાવવામાં થાય છે.
=>નાગલી ઉગાડતા આદિવાસી ખેડતો નાગલીના લોટમાંથી
રોટલા બનાવી ખાય છે. આ ઉપરાંતતેના લોટમાંથી બસ્કિીટ,
ચોકલેટ, ટોસ, નાનખટાઈ, વેફર, પાપડી જેવી જુદીજુદી મૂલ્યવર્ધક
વાનગીઓ બનાવી શકાય છે.

Tuesday, April 30, 2019

વનસ્પતિ પરીચય :આંબો

ગુજરાતનું_રાજ્ય_વૃક્ષ_આંબો

આંબો (mangifera indica)


આંબાના ઝાડ ભારતમાં બધે જોવા મળે છે.આંબાની અનેક જાતો છે.
આંબાપર શિયાળામાં  મોરના ફૂલ આવે છે.
અને તેના પર કેરી થઈ ઉનાળામાં પાકે છે.પાકી કેરી નો રસ મધુર સ્વાદિષ્ટ હોય
 આના સેવનથી લોહી વધે છે.કાચી કેરીની અનેક જાત 
અથાણા બનાવવા અને મૂરબ્બોમાં પણ વપરાય છે.

ઔષધ ઉપાય:


=>પાકી કેરીનો રસ મધ મેળવીને ખાવાથી કફના રોગો તથા બરોળના રોગો મટે છે.
=> આંબાની ગોટલી દહીંમાં વાટીને પીવાથી કાચા ઝાડા અથવા આમાતીસાર મટે છે.
=>કેરીની ગોટલીના ચુર્ણને પાણીમાં કાલવી તેને શરીરે ચોળીને સ્નાન કરવાથી અળાઈ મટે છે.
=>કેરીની ગોટલી છાશ અથવા ચોખાના ધોવરામણમાં આપવાથી રક્તાતીસાર મટે છે.
=>આંબાની અંતર છાલ, ઉમરાના મુળની છાલ અને વડની વડવાઈનો રસ કાઢી તેમાં જીરું અને ખડી સાકર મેળવીને લેવાથી શરીરની સર્વ પ્રકારની ગરમી મટે છે.
=>કેરીની ગોટલીનું ચુર્ણ મધ સાથે આપવાથી દુઝતા હરસ શાંત થાય છે.
=>વીંછીં ડંખે તરત કેરીનો ચીક લગાવવાથી મટે છે.
=>નસકોરી ફુટે ત્યારે ગોટલીનો રસ નાખવાથી રાહત થાય.
=>ગોટલીનું ચુર્ણ કરી દહીં  સાથે આપવાથી ઝાડા મટે છે.

Monday, April 29, 2019

વનસ્પતિ પરીચય :બીયો

બીયો(pterocarpus marsupium)


પાનખર ભેજવાળા જંગલોમાં જોવા મળતું મોટા કંદનું વૃક્ષ
છે.જેની છાલ કાઢવાથી લાકડું લાલ રંગનું દેખાય છે.
થડ કથ્થઈ રંગનું હોય છે.તેમના ફૂલ પીળા અને 
બીજ ફરતે જલર જોવા મળે છે .
=>તેનું લાકડું ઠંડી કે ગરમીમાં ફૂલતું કે સુકાતું નથી. 
તેનો ઉપયોગ વાદ્ય બનાવવા માટે થાય છે.
=>લાકડાને પાણીમાં પલાળી તે પીવાથી મધુપ્રમેહમાં રાહત રહે છે.
=>ગુંદર અતિસાર,પેઢાં ફૂલી જવામાં અને દાંતના દુ:ખાવામાં વપરાય છે.
=>પાન ગુમડાં,ઉઝરડા,ચામડીનાં દર્દમાં લસોટી વપરાય છે.

Sunday, April 28, 2019

વનસ્પતિ પરીચય :દમવેલ

દમવેલ(tylophora indica)


આંકડાના પાનને મળતાં નાનકડા પાન હોવાથી તેને અર્કપત્રી કહે છે
. લોકભાષામાં તે 'દમવેલ' તરીકે પણ ઓળખાય છે
. વેલ પર આકડાના છોડ પર થાય છે તેવા જ નાનકડા ફૂલ પણ આવે છે.
 આ વેલ બધે જ ઊગી શકે છે. અને ખૂબ ફેલાય છે
. જમીન પર એના બીજ પડવાથી નાના નાના ઘણા છોડ ઊગી નીકળે છે. 
=>દમ શ્વાસની એ એક અકસીર દવા છે
. લેટિન ભાષામાં એને ટાઈલો ફોરા ઇન્ડિકા  કહે છે.
=>વર્ષો પહેલા એને 'ટાઈલોફોરા એસ્થમેટિકા' નામથી ઓળખવામાં આવતી હતી.
=>પાન સૂકવીને  તેમજ મુળ વેલાનો પાવડર પેટના દર્દોમા ,અસ્થમા દમ
 અને મરડો મટાડવા માટે વપરાય છે .
=>તેના મુળ તથા પાનમાં આલ્કલોઈડ તત્વ હોય છે .
=>દમ શ્વાસ માટે માત્ર પાંચ જ દિવસનો આ પ્રયોગ છે. 
દરદીએ રોજ સવારે અર્ક પત્રીનું એક જ તાજું પાન ચાવી જવાનું છે. 
પાન પરોઢિયે ચાર વાગે ઊઠીને ચાવી જવું અને પછી સૂઈ જવું.
 પાન ચાવ્યા પછી પાણી કે ચા એવું કશું જ ન પીવું. સાતેક વાગ્યે ઊઠયા 
પછી પોતપોતાની ટેવ પ્રમાણે ઉકાળો, ચા ને હળવો નાસ્તો લઇ શકાય. 
પાન ચાવ્યા પછી તરત જ, પાણી કે ચા નાસ્તો લેવાથી મોંમાં મોળ આવે છે. 
અને ગભરામણ સાથે ક્યારેક ઊલટી પણ થઇ જાય છે. આથી 
પાન ચાવ્યા પછી તુરત કશું ન ખાવા પીવાની સૂચના આપવામાં આવે છે.

વનસ્પતિ પરીચય :નોળવેલ

નોળવેલ:(dioscorea bulbifera)


એક જાતની વેલ;
=>આ વેલનાં પાન નાગરવેલનાં પાન જેવાં હોય છે. કંદ અને મૂળ ઉપયોગી છે.
તેનું કંદ જમીનની અંદર ઊંડું હોય છે. તેનાં મૂળને રાસ્ના કહે છે.
=>વેલ ચોમાસામાં ઊગી નીકળે છે. તેનાં અણીવાળાં પાંદડાંની બંને બાજુએ પૂમ હોય છે. 
નાઉળનાં પાંદડાનું શાક થાય છે. તે શાક ઠંડું અને ગરમીવાળા માણસને પથ્યકર છે.
=>તેનાં મૂળ ગરમ, ઘણાં કડવાં, વામક, વાતહર, આર્તવજન્ય, જ્વરઘ્ન, કૃમ્ઘ્ન, વિષઘ્ન, રેચક અને પાચક છે.
 તે સર્પદંશનું ઝેર, વીંછી, ઉંદર, ગરોળી અને અન્ય ઝેરી પ્રાણીઓનું ઝેર, અફીણ વગેરે વનસ્પતિનું ઝેર તેમ જ ધાતુ અને ઉપધાતુઓનાં ઝેર નાબૂદ કરનાર મનાય છે.
=>શીતજ્વર મટાડવામાં તે બહુ ઉપયોગી હોવાનું મનાય છે. સર્પના ઝેર ઉપર પણ તે વપરાય છે.
તે વિષનાશક હોવા ઉપરાંત
=>જ્વર, કૃમિ અને કફમાં પણ ઉપયોગી કહેવાય છે.
એવી માન્યતા છે કે, નોળિયું સર્પની સાથે લડે ત્યારે સર્પ કરડે તો તે તરત નોરવેલ સૂંઘી આવે છે 
અને તેથી બચી જવા પામે છે.  
=>અરીઠાના પાણીમાં કે ધોળી ચણોઠીનાં મૂળ સાથે વાટી પિવડાવવાથી ખૂબ ઊલટી થઈ ઝેર ઊતરે છે. 
તેનાં સર્વાંગ સુગંધી, બહુ કડવાં, કટુપૌષ્ટિક, વાયુનાશક, ગ્રાહી, ગર્ભશયોત્તેજક, દીપન, મજ્જાતંતુને ઉત્તેજક, સ્વેદલ, જ્વરપ્રતિબંધક, વિષહર, મૂત્રાશય અને મૂત્રપિંડના તમામ રોગમાં વખાણવા જેવી અસર કરે છે.
=>બચ્ચાંને દાંત આવતી વખતે થતાં ઝાડા ઊલટીને તે મટાડે છે.
=>ત્રિદોષ અને મજ્જાતંતુઓના રોગમાં તેની સાથે તગરના ગંઠોડા દેવાથી સારો ફાયદો થતો મનાય છે. 
નાની નોરવેલને નાઉળ કહે છે.
=> પાન મૂત્રકૃચ્છ્ર, મૂત્રાઘાત, ઉપદંશ અને આંખો આવે તે ઉપર ઉપયોગી ગણાય છે.

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...