Saturday, June 29, 2019

વનસ્પતિ પરીચય :નાગકેસર

#નાગકેસર : (Mesua ferrea)


નાગકેસરનાં વૃક્ષોનો દેખાવ સુંદર હોય છે. એનાં વૃક્ષો આસામ, હીમાલય, બંગાળ, નેપાળ તથા બ્રહ્મદેશમાં થાય છે.
 એના પાંચ પાંખડીવાળાં સફેદ ફુલોની વચ્ચે સોનેરી રંગનાં પુંકેસરોનો ગુચ્છો હોય છે. આ પુંકેસર એ જ સાચું નાગકેસર. એ બજારમાં મળે છે.
=>અડધીથી એક ચમચી નાગકેસરનું ચુર્ણ એટલી જ ખડી સાકર, માખણ અને કાળા તલ સાથે સવાર-સાંજ લેવાથી દુઝતા હરસ મટે છે.
=>મરડો, આંતરડામાં સોજો કે ચાંદાં, મંદ જઠરાગ્ની કે આમ હોય તો પા(૧/૪) ચમચી જેટલું સાચું શુદ્ધ નાગકેસર અને ઈન્દ્રીયજવનાં બીજ સવાર-સાંજ જમ્યા પછી નવશેકા ગરમ પાણી સાથે લેવાથી મટે છે.
=>લોહીવા વારંવાર થતો હોય, માસીકસ્રાવ ખુબ જ અને અનીયમીત થતો હોય, અવારનવાર કસુવાવડો થતી હોય, તો રોજ નાગકેસર લેવું જોઈએ. જેથી ગર્ભાશયના દોષ મટે અને ગર્ભાશય ગર્ભને ટકાવી રાખવા માટે યોગ્ય બને.
=>હાથ-પગની, માથાની, તાળવાની, આંખોની, મુત્રમાર્ગની, યોનીની બળતરા, શરીરના કોઈ પણ ભાગમાંથી થતો રક્તસ્રાવ, શરીરની ખોટી આંતરીક ગરમીમાં રોજ સવાર-સાંજ પાથી અડધી ચમચી નાગકેસર, એક ચમચી માખણ અને એક ચમચી ખડી સાકરનો પાઉડર મીશ્ર કરી ચાટી જવું.

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...