Tuesday, June 4, 2019

કવિતા :ગરમી હવે સહન થતી નથી

*ગરમી હવે સહન થતી  નથી*



વૃક્ષ અને પાણીની તમે ન સંભાળ લીધી , 

પર્યાવરણ તણી તમે કદી ખબર ન લીધી . 

ધરતીને  હરીયાળી બનાવો , 

ગરમી હવે સહન થતી  નથી. ..2

આ  વરસાદમાં  વૃક્ષો વાવો , 

ગરમી હવે  સહન થતી નથી. 

પંખો લગાવ્યો પણ રહેવાતું નથી , 

એસી મુકાવ્યુ ગરમી જાતી નથી . 

પર્યાવરણનાં પાંચાને કોઈ જોતું નથી,

પ્રદુષણનું દૂષણ કેમ કોઈ રોકતું નથી . 

ધરતીને હરીયાળી  બનાવો , 

ગરમી હવે સહન થતી નથી...2

મને શ્વાસ લેવામાં કેમ તકલીફ પડે , 

હવા હવે કેમ ચોખ્ખી મળતી નથી.

 જાગવાનું હજુ મોડું થયું નથી, 

 વૃક્ષનું રક્ષણ કોઈ ભૂલો નહીં .

ધરતીને હરીયાળી બનાવો , 

ગરમી હવે સહન થતી નથી ...2

કુદરતનો વારસો આપણી ફરજ છે , 

આપણી ફરજ ચુકી  કેમ દૂર ભાગો છો.

શ્વાસ લીધા વગર કેમ જીવાતું નથી , 

વૃક્ષ વગર બીજો કોઈ રસ્તો નથી.

ધરતીને હરીયાળી બનાવો , 

ગરમી હવે સહન થતી નથી ...2


-રાજેશ બારૈયા "વનવાસી"

No comments:

Post a Comment

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...