Sunday, May 12, 2019

વનસ્પતિ પરીચય :ગુંદો (Cordia Dichotoma)

ગુંદો (Cordia Dichotoma)

ગુંદો સમગ્ર ભારત મા જોવા મળતું વૃક્ષ છે.મોટા ભાગના લોકોને પ્રિય હોવાથી તે એકદમ નજીકનું જ લાગે.
ગુંદો જેનાં અડધાથી એક ઈંચના વ્યાસના કાચા હોય ત્યારે લીલા અને પાકે ત્યારે બદામી વર્ણના ફળ હોય છે.
ખૂબ જ ચીકણું ફળ હોવાને કારણે તેને શ્લેષ્માતક કહે છે.
=>રોગોને ઊખાડીને ફેંકનાર,બીજુ એક નામ શેલુ છે.
 =>ગુંદો એ ચીકણો , ભારે , પિચ્છિલ છે .સ્વાદે તે મધુર અને કંઈક અંશે તૂરો છે.તેની છાલ તૂરી અને કડવી છે. પચવામાં મધુર હોવાથી પિત્તશામક અને બૃહણીય ગુણ પણ ધરાવે છે તે ઠંડી પ્રકૄતિ ધરાવે છે.
=>તેની છાલ કષાય રસ અને કડવી હોવાને કારણે કફ પિત્તનો નાશ કરનાર છે.
 =>કર્ણશૂલમાં તેની છાલનો પાણી સાથે ઘસીને લેપ કરવાથી ફાયદો થશે.
=>વીંછીના ડંખ પર છાલનો લેપ કરવાથી તેની અસહ્ય બળતરા ઓછી થાય છે અને વિષનો પ્રભાવ ઘટે છે.
=>નાનાં જીવજંતુ, મધમાખી વગેરે નાં ડંખની ઝેરી અસરમાં ગુંદાની છાલનો લેપ તુરત રાહત આપે છે.
=>મરડો, ઝાડા જેવી પેટની તકલીફમાં છાલના ઊકાળાને છાશ સાથે નિયમિત દિવસમાં બે વાર આપવાથી પાચનતંત્ર ને સુધારીને આંતરડા મજબૂત કરીને જૂના મરડાની તકલીફને ઝડપથી મટાડે છે.
=>રકત્તપિત્તના રોગમાં તેની પિત્તશામકતા દૂર કરવામાં ગુંદાના ફળ ખૂબ જ ઊપયોગી છે તેથી રકત્તપિત્ત્વાળા રોગીઓને પાકા ગુંદાનું શાક બનાવીને નિત્ય આપવામાં આવે તો રકત્તગત પિત્તનું શમન થાય છે અને આવા દર્દીમાં ગુંદા એ અતિ પથ્ય આહાર તરીકે ખૂબ જ લાભદાયી છે .
=>તાવના દર્દીમાટે ગુંદા એ માત્ર પથ્ય આહાર જ ન બનતાં તે તાવની ગરમીની તીવ્રતા ઘટાડીને બળ આપે છે તે તાપમાન ઓછું કરવામાં ખૂબજ મદદરૂપ બની રહે છે.
=>ગુંદા ના ફૂલ નું શાક ખૂબ સ્વાદિષ્ટ થાય છે .એમના ફળ નું પણ શાક બને એક વાત ખાસ એઁમનું બોળો કરેલ અથાણું તો બધાએ ખાધેલ હશે.

No comments:

Post a Comment

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...