Monday, May 13, 2019

વનસ્પતિ પરીચય :ચારોળી/ચારોલી, (Buchanania lanzan)

ચારોળી/ચારોલી, (Buchanania lanzan)


ચારોળી/ચારોલીના વૃક્ષો મધ્યમ મોટાં હોય છે .સૂકા પાનખર જંગલનું વૃક્ષ છે .તેના ઉપર બકરાના કાન જેવા રુંવાટી યુક્ત પાન થાય છે.અને આ પાનના પતરાળા બને છે .ઝાડ ઉપર ફુલ પોષથી ફાગણ માસ સુધી આવે છે.અને ફળ ફાગણથી ચૈત્ર માસ સુધી આવે છે.ફળ ગુલાબી લાલ નાનાં ફાલસાજેવા હોય છે .બોરની જેમ તે ખવાય છે  જેમાં તુવેર જેવા લાલ રંગના દાણા હોય છે. આ દાણા જ ચારોળી તરીકે ઓળખાય છે.
બીજના કડક પડમાં રહેલ ચપટા, થોડા પોચા દાણા હોય છે, જે ખાવામાં ખુબ જ સ્વાદિષ્ટ હોય છે. સ્વાદમાં જરાતરા બદામ જેવી ચારોળીનો ઉપયોગ ભારતીય પકવાનોં, મિઠાઇ તેમ જ ખીર ઇત્યાદિમાં સુકામેવા તરીકે કરવામાં આવે છે.
આનું ઉત્પાદન સમગ્ર ભારતમાં, મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ ભારતમાં, થાય છે.
=>ચારોળી વાયુનાશક, બળવર્ધક, વીર્યવર્ધક, મધુર, પૌષ્ટીક, કામશક્તી વધારનાર તથા વાયુ અને પીત્તનો નાશ કરનાર છે.
=>રક્તપીત્તમાં ચારોળી અને જેઠીમધથી પકવેલું દુધ પીવું
=>ચામડી પર એલર્જીનાં થયેલાં ચકામા પર ચારોળીના દાણા પાણીમાં લસોટી લેપ કરવાથી તે શમી જાય છે.
=>ચારોળી પીત્ત, કફ તથા લોહીના બગાડને મટાડે છે .
=>કામ કરીને થાક્યા હો તો અડધાથી એક ચમચી ચારોળીનો ભુકો એટલી જ સાકર એક ગ્લાસ દુધમાં નાખી ઉકાળીને પીવાથી થાક દુર થાય છે.
=>ચારોળીનું તેલ બદામના તેલ જેવા ગુણવાળું હોય છે શીળવા પર ચોળી દૂધમાં વાટી ચોપડવાથી ફાયદો થાય છે.

No comments:

Post a Comment

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...