વછનાગ:( gloriosa superba )
=>આ વનસ્પતિ ગુજરાતમાં વિવિધ વિસ્તારોમાં વછનાગ, નાગાસેર, નાગસર, કંકાસણી=>આ છોડ ખેતરની વાડ વચ્ચે, અને જાહેર રસ્તાઓની આસપાસ, ગીચ જંગલોમાં તથા ખુલ્લા ઘાસના મેદાનોમાં જોવા મળે છે.
=>આ વનસ્પતિ ઘણી શાખાઓ ધરાવતી વેલ છે. તેના પાંદડા દંડવિહિન તથા પ્રકાંડ સાથે જોડાયેલા હોય છે. પાંદડાનો આગળનો ભાગ સીધો લંબાયેલો તેમજ સૂત્રમય હોય છે.
=>આ છોડના કંદનો ઉપયોગ સર્પદંશની ઔષધ તરીકે, શક્તિવર્ધક (ટોનિક) તેમજ પેટમાં થતી કૃમિનો નાશ કરવા માટે થાય છે.
=>તેના પુષ્પ મોટા, પાંદડાની આમાં એકાકી તથા તરંગિત ધાર ધરાવતા હોય છે. તેનો રંગ અંદર તરફ લીલાશ પડતા પીળાથી શરૂ થઈ બહારની બાજુ નારંગી હોય છે.
=>તેના ફળ લંબગોળ તથા પ્રાવર હોયછે.
=>તેના પુષ્પ જુલાઈ માસમાં બેસે છે. આ છોડના બીજ તથા કંદનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થવાથી આ વનસ્પતિનું અસ્તિત્વ જોખમમાં મૂકાયું છે.
=>સંધિવાની વેદના પર લીમડાના રસમાં તેના ફળ ઘસીને ચોપડવાથી રાહત થાય છે.
No comments:
Post a Comment