Saturday, April 13, 2019

વનસ્પતિ પરીચય :ઇન્દ્રજવ

 

ઇન્દ્રજવ_કડો_કુટજ :


કડોના વૃક્ષની છાલને કડાછાલ કહે છે. કડોનું ઝાડ વગડાઉ છે અને ભારતમાં બધે થાય છે. તેની શીંગોમાંથી જવના આકારનાં લાંબાં અણીયારાં બીયાં નીકળે છે, તેને ઈન્દ્રજવ કહે છે. એ ખુબ જ કડવાં હોય છે અને પેટના કૃમીની શ્રેષ્ઠ દવા છે. તેના પાન બદામના પાન જેવા હોય .તેના ફૂલ નું શાક થાય.
કડાછાલ મરડો અને સંગ્રહણીની ઉત્તમ દવા છે. એનાં ફુલ પણ ઔષધમાં વપરાય છે.
->કડો શીતળ, હરસનો નાશ કરનાર, ખંજવાળ, કફ, પીત્ત, રક્તપીત્ત, હૃદયરોગ, વાતરક્ત, વીસર્પ, કોઢ, અતીસાર, તૃષા, આમ-ચીકાશવાળા ઝાડા, પેટના કૃમી, મરડો અને કોલાયટીસમાં હીતાવહ છે. કડો કે કડુ વૃક્ષને આયુર્વેદમાં કુટજ કે ઈન્દ્રજવનું વૃક્ષ કહે છે.
->૧૦૦ ગ્રામ કડુના ચુર્ણમાં એટલો જ ગોળ મેળવી ચણાના દાણા જેવડી ગોળીઓ બનાવવી. સવાર, બપોર, સાંજ બબ્બે ગોળી પાણી સાથે લેવાથી પીત્તની અધીકતાને લીધે ખાટા ઓડકાર, ઉલટી, પેટમાં બળતરા, મોંની કડવાશ, પૈતીક શીરઃશુળ (પીત્તનો માથાનો દુખાવો), જેવી તકલીફો મટે છે. વળી પાચનક્રીયામાં સુધારો થતાં શરીરની નીર્બળતા પણ મટે છે.
->ક્ષયના અતીસારમાં સુંઠ અને ઈન્દ્રજવ રોજ ચોખાના ધોવાણ સાથે લેવાથી લાભ થાય છે. એમાં છાસ, કેળાં અને દાડમ પર રહેવું.
->એક ચમચી કડાછાલ છાસમાં લસોટીને પીવાથી સર્વ પ્રકારના હરસ મટે છે.
->અર્ધીથી એક ચમચી કડાનાં ફુલ સવાર-સાંજ લેવાથી સર્વ પ્રકારના પ્રમેહમાં ફાયદો થાય છે.
->અડધી ચમચી ઈન્દ્રજવનો ભુકો પાંચ-છ દીવસ લેવાથી પેટના કૃમીઓનો નાશ થાય છે

No comments:

Post a Comment

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...