Saturday, April 13, 2019

ચાલો કુદરતની કેડીએ

 પ્લાસ્ટિકનું પ્રદૂષણ ઓછું કરીએ


        ભારતીય સંસ્કાર , સંસ્કૃતિ અને ઈશ્વરની આરાધનાનું પ્રતિક એટલે 'દીવડો' તમસો માં જ્યોતિર્ગય ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા .
ગામડાની એ અંધારી રાતોમાં કોડિયાંના દીવા અને માથે નક્ષત્રોભર્યું આકાશ તથા સીમમાં ઝાડવે ઝાડવે આગિયાઓથી ઝળહળતો પરિવેશ – એ પણ દિવાળીનું જ રૂપ હતું… હવે તો વીજળી દીવાઓ વચ્ચે આકાશદર્શન કોઈ કરતું નથી…ને આગિયાને તો કોઈ જાણતું જ નથી જાણે !!! આપણે પ્રકૃતિને ગળે પગ દઈ દીધો… જીવનનો અસલ ઉલ્લાસ હતો એને ગળે નખ દઈ દીધો છે. પ્રકૃતિચેતનાને વિસારીને કૃતક યંત્રચેતનામાં રાચતાં રાચતાં આપણે સૌ ઇન્દ્રિયબધિર બની ગયા છીએ.
દરેક જીવને પોતાના કર્મ છે. પ્રકૃતિનો પણ એક ધર્મ છે. પ્રકૃતિ પોતાનો ધર્મ છોડતી નથી. સુરજ કોઈ દિવસ ઉગાવામાં આળસ કરતો નથી. કુદરત પણ પ્રકૃતિના નિયમને અનુસરે છે .
દિવાળી માં ઘરની સાફ સફાઈ કરવામા આવે છે .ને બિનજરૂરી કેટલીક પ્લાસ્ટિક ની ચીજ વસ્તુ આપને ફેંકી દેતા હોઈ છીએ તો તેજ પ્લાસ્ટિક વિશે જે વિશ્વની એક ગંભીર સમસ્યા બન્યું છે .
     પ્લાસ્ટિક એક એવું દ્રવ્ય છે કે જે કુદરતી સ્થિતીમાં હજારો વર્ષ સુધી નાશ થતું નથી ! આજે પ્લાસ્ટિકથી અનેક પ્રકારની વિકરાળ પર્યાવરણીય સમસ્યાઓ ઉદભવે છે .થોડી આંખ ઉઘાડનારી હકિકતો ...આપણા ઘરમાં રહેલી પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ આપણા શરીરમાં ઝેર પ્રસરાવીને આરોગ્યને નુકશાન પહોચાડે છે એવું કોઇ કહે તો માનશો?!....નહીં....પણ આ એક સત્ય હકીકત છે.  આપણી આસપાસ રહેલી દરેક પ્લાસ્ટિકની ચીજ-વસ્તુઓ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પ્લાસ્ટિકની બનાવટમાંથી બનેલી તમામ વસ્તુઓમાંથી પ્રસરતું ઝેર અતિ સૂક્ષ્મ માત્રામાં હોય છે જે પૃથ્વી ઉપર મહાલતા જીવને મારી નાખતું નથી પણ થાઇરોઇડ ગ્રંથી ઉપર ગંભીર અસર કરી પુખ્ત ઉમરના માનવની યાદશકિત અને નાના બાળકોના માનસીક વિકાસ ઉપર વિપરીત અસર કરે છે.
આજના યુગમાં પ્લાસ્ટિક આપણા જીવન સાથે વણાય ગયું છે. પ્લાસ્ટિકનો ઉપયોગ આજે આપણે ડગલે ને પગલે કરી રહ્યા છીએ. પ્લાસ્ટિકના સદ્‌ગુણોને કારણે તેનો ઉપયોગ વ્યાપક બન્યો છે પણ તેનો એક અવગુણ તેની ક્ષમતા ઉપર પાણી ફેરવી નાખે છે. પ્લાસ્ટિકનો એ અવગુણ એટલે તે ઝડપથી સળગી ઉઠે છે. પ્લાસ્ટિકને થોડી ગરમી મળવાથી તે નરમ બની ઓગળી જાય છે. કેટલાક હલકી કક્ષાના પ્લાસ્ટિક ઉનાળાના સખત તાપમાં નરમ થઇને બેડોળ પણ બની જાય છે. કયારેક અકસ્માતે એકાદ નાના તણખાને કારણે આંખના પલકારામાં પ્લાસ્ટિક જવાળા પકડ લે છે અને મોટી આગ ફાટી નીકળે છે. કેટલાક સંજોગોમાં આવી ફાટી નીકળેલી આગને ઓલવવામાં કલાકો કે દિવસો નીકળી જતાં હોય છે.
મુદ્રાની વાત એ છે કે, પ્લાસ્ટિક જે નુકશાન કરે છે તેના કરતાં વધારે નુકશાન તેની બનાવટમાં વપરાતાં 'ફલેઇમ રીટાર્ડન્ટ" એટલે કે આગ પ્રતિરોધક પદાર્થો વધારે નુકશાનકર્તા છે. પ્લાસ્ટિક બનાવતી વખતે તેમાં આગ પ્રતિરોધક પદાર્થો ઉમેરીને તેને 'ફાયરપ્રુફ" બનાવવામાં આવે છે. પ્લાસ્ટિકમાં આગ પ્રતિરોધક તરીકે બ્રોમિન, કલોરિન, ફોસ્ફરસ, નાઇટ્રોજન, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને બોરેકસમાંથી બનતાં વિવિધ સંયોજનોનો ઉપયોગ કરવામાં આવે છે.
 દુનિયામાં દર મિનટે 50,000 પ્લાસ્ટિક બેગ /ઝબલાનો ઉપયોગ થાય છે .સમુદ્રનો 86% કચરો પ્લાસ્ટિક સ્વરૂપે છે આ કચરો અમુક સમય બાદ નાના દાણાના રૂપમાં પરિવર્તન પામે છે .જે નાની માછલીઓ જીવડું સમજીને ખાઇ જાય છે. માછલીને અન્ય દરિયાઈ જીવો , જમીન પર રહેતા પ્રાણીઓ , પક્ષીઓ અને મનુષ્યો ખાય છે . આમ આપણી ફ્રુડ ચેઇનમાં પ્રસરાઈને દરેક જીવના શરીરમાં પ્લાસ્ટિક એક યા બીજા સ્વરૂપે ઘૂસી ગયેલ છે .
દર વર્ષે દુનિયામાં લગભગ 10 લાખ થી વધુ પશુ _પક્ષી અને દરિયાઇ જીવોના મુત્યુ રીબાઈ રીબાઈને પ્લાસ્ટિકની કોથળી અને બોટલના ઢાંકણા ખાવાથી થાય છે .પ્લાસ્ટિક કચરમાં સૌથી મોટો હિસ્સો પ્લાસ્ટિકની કોથળીઓ , પાઉચ અને પાણીની બોટલનો છે .
     આ પ્લાસ્ટિક રૂપી દૈત્યનો નાશ અત્યંત જરૂરી છે નહીંતર એક દીવસ તે તમામ જીવ સૃષ્ટિનો નાશ કરશે તેનું રીસાઈકલીગ થાય એ ખૂબ જરૂરી છે .
         આપણે આ નવા વર્ષે એકજ સંકલ્પ કરવનો પ્લાસ્ટિક નો બને એટલો ઓછો ઉપયોગ કરવો ઉપયોગ પછી યોગ્ય નિકાલ કરવો બજારમાં ખરીદી વખતે ઘરેથી કાપડાની થેલી સાથે રાખીએ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ ટાળીએ , કોઈપણ પ્રસંગે જમણવારમાં પ્લાસ્ટિકના ગ્લાસ , પ્લેટ કે ચમચીનો ઉપયોગ અટકાવીએ ,પ્લાસ્ટિક નો કચરો જ્યાંત્યાં ન નાંખતા કચરાપેટીમાં જ નાંખીએ . વગેરે બાબત આપણું નાનું પગલું એક મહાન કાર્ય હશે .
                        નવા વર્ષે કોઈ નિર્ણય ન લ્યો તો કઇ નહિ. માત્ર એક વાત નક્કી પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરી જ્યાં ત્યાં પ્લાસ્ટિક ફેંકો નહીં અને સાથે હું જીવનને સરળતાથી વહેવા દઈશ. ઝરણાની જેમ હળવે- હળવે, ખળ-ખળ ધ્વનિનાસંગીત સાથે જીવન ને વહેવા દઈશ અને આગળ જઇને પરમેશ્વર સ્વરૂપ નદીમાં સમાઈ જઈશ.

દિવાળી અંગે સંતે કહ્યું કે, જે કઇ પણ ભૂલો થઇ હોય તેની ખુલ્લાં દિલે માફી માંગો. પાપ કરનારા કરતા પણ પશ્ચાતાપ ન કરનાર વધારે પાપી છે.

હે પ્રભુ અમારાથી ઘણી ભૂલો થઇ ગયી છે. અમને ક્ષમા કરજે. અમને સ્વીકારી ન શકે તો કઇ નહિ પણ પણ ધિક્કારતો નહિ. અમને હળવાશ આપ.. સંતની આવી વાત સાંભળીને એક યુવાને કહ્યું, કે હું નાસ્તિક છું મારે પ્રાર્થના કેમ કરવી? સંતે કહ્યું, બગીચામાં છોડને ફૂટેલી નવી કૂપળને સંબોધીને પ્રાર્થના કર. સૂરજનાં પેહલા કિરણને દિલ સુધી લઇ જઈ દિલમાં એક દીવો થવા દે, દીવાના પ્રજ્વલનથી અંદર ઘણુબધું “રોશન” થશે.. આ રોશની એ જ દિવાળી છે. દિવાળી પર્વે આપણા બધાના દિલોમાં દીવા પ્રગટે…એવી શુભકામના

-રાજેશ બારૈયા "વનવાસી"

  

No comments:

Post a Comment

બીજ પોસ્ટ અભિયાન 2023-2024

  🌱ગૂજરાતની  પ્રથમ  બીજ  બેંક🌱 વંદે વસુંધરા  બીજ બેંક દ્વારા 2019 થી  ચાલતુ વિનામુલ્યે બીજ વિતરણ બીજ પોસ્ટ અભિયાન ....... બીજ પોસ્ટ અભિયાન...