ફાગણ મહોરીયો
કુંપળ ફૂટે છે વૃક્ષને પાનખર બાદ ,
વૃક્ષ ફૂલથી મહોરી ઊઠે કુંપળ બાદ
ફૂલની મહેંકથી ખીલે વન વનરાય,
કુંજની કોયલ ટહુકતી અહીં ..
ખાખરાના કાળા મુખમાંથી કોઈ ,
કેસરી સાફો પહેરી તૈયાર થાય કોઈ.
અહીં ફાગણને રંગની રમતાંણ આવી ,
ત્યારે ધૂળેટી રંગ લઈને અહીં આવી .
કોઈ કાજુ -બદામ -ખારક ખાય ,
કોઈ ખજૂર -ડાળીયા-મમરા ખાય .
પ્રકૃતિના પ્રાંગણમાં ખેલાય આ ખેલ,
અહીં વનમાં "વનવાસી"તણો મેળો .
ફાગણ વૃક્ષ પંખી અને વનસ્પતિમાં,
સમન્વય જોવા જાણવા માણવામાં.
No comments:
Post a Comment