કલશોર
હવાની આર-પાર કલશોરનજરની આર-પાર કલશોર
જાઉ ગમે ત્યાં તારી જ વાત
પતંગિયાને પુષ્પ પર કલશોર
શ્વાસમાં કોઈનો આભાસ ભર્યા
આકાશમાંથી ઝરમર પડે કલશોર
હૃદય દરીયો બનીને વલોવાય
વમળોમાં પણ નીકળે કલશોર
બચાવી લો મુસીબતમાં કોઈ
પીછું અજાણ્યું ખરે થાય કલશોર
જીવ્યો છું કાદવમાં કમળ બની
જુદાયમાં મિલનનો થાક કલશોર.
No comments:
Post a Comment