Saturday, October 19, 2019

નૂતનવર્ષ

*નૂતનવર્ષ*

નવલા વરસનો નવલો સંદેશ , 

જગતને ઝગમગતું કરો .

જ્યાં અંધારૂ ત્યાં દીપ કરો , 

સદ્ ગુણોના સંકલ્પો ધરો .

પ્રેમલ જ્યોત પ્રગટાવી ઉરે , 

હણો રાગદ્રેષને અંતર માંથી .

જીવન બાગને મહેંકતો કરો .

ઘર આંગણે રંગોળી પૂરો .

એક-બીજને  ગળે લગાવો, 

આવું નવું વરસ મનાવો.


   - રાજેશ બારૈયા "વનવાસી"

No comments:

Post a Comment

બીજ વિતરણ મહાઅભિયાન -2026

  બીજ વિતરણ મહાઅભિયાન 2019 થી કાર્યરત... 2026- માં વિતરણ કરેલ મિત્રોનું લિસ્ટ  તા :02-01-26 1. દિપક મહેતા -અમદાવાદ  2. વિશાલ ચૌધરી -થરાદ  3....